જાયન્ટસ ગ્રુપ બોટાદના નિયમિત પ્રોજેક્ટ અંતર્ગત 400 બાળકોને વાહીયા ગામે ખાતે બટુક ભોજન કરાવામાં આવ્યુ
(કનુભાઈ ખાચર દ્વારા )
દર મહિનાની પૂનમના દિવસે તા.12-2-25 નાં રોજ જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદના સદસ્ય શૈલેષભાઈ પરમાર દ્વારા તેમના મૂળ વતન વાહિયાં ગામ ખાતે 400 બાળકોને બટુક ભોજન(બટેટા ભૂંગળા) આપવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ પૂર્ણિમાના અવસરે વાહીયા ગામમાં સેવક નારાયણ દાસ ત્યાગી બાપુના આશીર્વાદ સાથે બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ. પ્રોજેક્ટમાં જાયન્ટ્સ ગ્રુપના સદસ્ય શૈલેષભાઈ પરમાર અને મુકેશભાઈ જોટાણીયા તેમજ જયદીપભાઈ પરમાર ઉપસ્થિત રહી બાળકોને ભોજન પીરસેલ. જાયન્ટસ ગ્રુપ બોટાદના આ કાયમી પ્રોજેક્ટને ગામજનો દ્વારા બિરદાવવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
