તા. ૨૯ મી જુને, ખાનગી ક્ષેત્રના એકમો માટે બોટાદ જિલ્લા રોજગાર કચેરી ખાતે અનુબંધ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે
તા. ૨૯ મી જુને, ખાનગી ક્ષેત્રના એકમો માટે બોટાદ જિલ્લા રોજગાર કચેરી ખાતે અનુબંધ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે
----------------
બોટાદ માહિતી બ્યુરો : બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ આર.એમ.પી બેરિંગ્સ લીમીટેડ–રાણપુર માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ધો.૧૦ અથવા આઈ.ટી.આઈ ઇન ટેકનીકલ ટ્રેડ પાસની તકનિકી લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૨૯/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતે કરવામાં આવેલ છે.
ઉક્ત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર વાંચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.