દિયર હાથ પકડી બીભત્સ માંગણી કરતો, પતિને રાવ કરતાં મારમારી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી - At This Time

દિયર હાથ પકડી બીભત્સ માંગણી કરતો, પતિને રાવ કરતાં મારમારી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી


સત્યસાંઈ મેઈન રોડ પર માવતરે રહેતી 34 વર્ષીય પરિણીતાને દિયર હાથ પકડી બીભત્સ માંગણી કરતો હતો. જેની રાવ પતિને કરતાં મારમારી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમજ દિયરે હેરાન કર્યા બાદ ચારિત્ર અંગે ખોટા આક્ષેપ પણ કરતાં પરિણીતાએ પતિ અને દિયર સામે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે સત્યસાંઈ મેઈન રોડ રહેતી 34 વર્ષીય સોની પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેના કાલાવડ રોડ પર રહેતાં પતિ અને દિયર વિરુદ્ધ શારીરિક- માનસિક તેમજ જાતીય સતામણી અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી છેલ્લા પંદર દીવસથી માતા-પિતા સાથે રહે છે. તેણીના બાર વર્ષ પહેલા થયેલ છે. તેણીને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. તેમના સસરા-સાસુ અને દિયર-દેરાણી સાથે રહેતી હતી. તેણીના લગ્ન બાદ તેમના દીયરના લગ્ન થયેલ હતા. લગ્નના દોઢ બે વર્ષથી જ તેમના પતિ મેણા ટોણા મારતા કે, તને કાંઈ આવડતુ નથી, નાની નાની વાતમાં હેરાન પરેશાન કર્યા કરતા હતા. તેણીને સંતાનમા બે બાળકો હોય અને ઘર સંસાર તુટે નહી જેથી પતિનો ત્રાસ સહન કરતી હતી.
ત્રણ વર્ષ પહેલા તેણી ઘરે ઉપરના માળે એકલી હતી અને ઉપરના માળે તેના દીયરનો રૂમ પણ બાજુમા જ હોય ત્યારે દીયરે તેણી પાસે બીભત્સ માંગણી કરેલ હતી, જેથી તેણી નીચે સાસુ-સસરા હોય ત્યાં જતી રહેલ હતી. ત્યારબાદથી તેણી ધરે જ્યારે-જ્યારે એકલી હોય ત્યારે દીયર તેમની પાસે બીભત્સ માંગણી કરતા હતા, પરંતુ તે તેમને કોઇ જવાબ આપતી નહી અને તેમનો સંસાર તુટે નહી જેથી ઘરે કોઈને કહેતી ન હતી.
તેણીના તબીયત ખરાબ રહેતી હોય જેથી માવતરે પણ કોઈને કાંઇ કહેલ નહી. એકાદ વર્ષ પહેલા તેણી રૂમની બહાર કામ કરતી હતી ત્યારે દીયરે તેમનો હાથ પકડી લીધેલ અને બીભત્સ માંગણી કરેલ હતી. જેથી તે હાથ મુકાવીને ઘરમાં નીચે દોડી ગયેલ હતી. જે બાદ તેમનો દિયર અવારનવાર હાથ પકડી લેતો હતો. જેથી તેમને કહેલ કે, હું આ બધી વાત મારા પતિને કહી દઈશ કહેતાં દીયરે કહેલ કે, તું કોઈને કહીશ તો હુ તને કોઇ પણ રીતે બ્લેકમેલ કરીશ જેથી તે ડરી ગયેલ હતી અને કોઈને વાત કરેલ નહી, બાદમાં દીયરની હેરાનગતી દરરોજ વધતી જતી હતી.
જેથી તે વાત તેણીએ પતિને કહેલ તો તેણે કહેલ કે, આ વાત ખોટી છે, તું જ આવી છો મારો ભાઈ આવુ કાંઈ કરે જ નહી તેમ કહીને માથાકુટ કરેલ અને હાથ પગ વડે માર પણ મારેલ હતો. લગ્નથી આજ સુધી સાસરિયાઓ વાળા તેમને માતા પિતા સાથે વાત કરવા સીવાય મોબાઇલ ફોન ઉપયોગ કરવા આપતાં નહી, બાદ ગઇ તા.24/11/2024 ના તેણીએ તેના પતિને દીયર હેરાનગતી કરતા હોય જે અંગે જાણ કરતાં તેમને ધક્કો મારી ઘરની બહાર કાઢી મુકેલ હતી.
છતા પણ તેણી ઘરેથી નીકળેલ નહી, બાદમાં તેના પતિએ ફરિયાદીના ભાઈને ફોન કરી કહેલ કે, આ ઘરની બહાર નીકળતી નથી, તેને આવીને લઇ જાવ જેથી તેણીના માવતરના લોકો આવી તેને તેડી ગયેલ હતાં. ત્યારે તેણીએ તેમના બાળકોની માંગણી કરેલ પરંતુ તેના પતિએ કહેલ કે, તેને હું રાખીશ અને હુ સાચવી લઈશ તેમજ તેણીના દિયરે તેના પિતાને કહેલ કે, તમારી પુત્રીને બીજા કોઈ છોકરા સાથે સંબંધ છે જેથી તેને લઇ જાવ અમારે તેને રાખવી નથી, કહીં ખોટા આક્ષેપો કરી હેરાન કરેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image