સુઈગામ વિસ્તારમાં માવઠાની આગાહી સાથે હાડ થીજવતી ઠંડી,લોકોએ તાપણાંઓનો સહારો લીધો.
શિયાળામાં કમોસમી વરસાદની આગાહીને લઈ વાતાવરણમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે, છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, વધતી ઠંડીના કારણે લોકો નુ જનજીવન અસ્ત વ્યસ્ત થવા લાગયુ છે, સવારથી સાંજ સુધી લોકો કામળા સ્વેટર થી વીંટળાયેલા રહે છે અને આ હાડ થીજવતી ઠંડી થી બચવા તાપણા નો સહારો લેતા જોવા મળ્યા હતા.
આવી કડકડતી ઠંડીથી બચવા માટે માણસ તો પોતાની સુરક્ષા કરી શકે છે, પણ પશુ પંખી માટે ઠંડી ઘાતક સાબિત થઈ શકે શકે છે.!
લોકો પોતાના પશુઓ માટે ઠંડી થી બચાવવા વ્યવસ્થા કરતા જ હોય છે પણ અબોલ જીવો માટે વ્યવસ્થા કરવી જોઈએ.સરહદી વિસ્તાર હવામાનમાં ધુમ્મસ નુ પ્રમાણ જોવા મળ્યુ અને વાતાવરણમાં માવઠાની આગાહી સાથે ઠંડીનું પ્રમાણ વધતાં લોકોએ તાપણાઓ નો સહારો લીધો હતો.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે
