સુરેન્દ્રનગર 181 અભયમ ટીમ અને પોલીસ ટીમ દ્વારા ભૂલા પડી ગયેલ મહિલાને તેના પરિવાર સાથે પુન મિલન કરાવ્યું. - At This Time

સુરેન્દ્રનગર 181 અભયમ ટીમ અને પોલીસ ટીમ દ્વારા ભૂલા પડી ગયેલ મહિલાને તેના પરિવાર સાથે પુન મિલન કરાવ્યું.


તા.16/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી જણાવેલ કે સાયલા તાલુકાના એક ગામમાં એક અજાણી મહિલા એકલા બેઠા છે ક્યાં જવું છે તે બાબતે પૂછવા છતાં કશું બોલતા નથી જેથી મદદની જરૂર છે આ માહિતી મળતા તરત જ ફરજ પરના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા મહિલા કોન્સ્ટેબલ મનિષાબેન નાકિયા અને પાયલોટ જીગ્નેશભાઈ ગોસ્વામી સ્થળ પણ પહોંચી 181 ટીમે મહિલાની સાથે શાંત ચીત સ્વભાવે પૂછપરછ કરતાં તેમનું નામ સરનામું તેમના પરિવારના સભ્યોના નામ કે મોબાઈલ નંબર જાણવાના પ્રયત્ન કરેલ પરંતુ તેઓએ અલગ અલગ ગામોના નામ જણાવ્યા હતા બીજું કાંઈ જ યાદના હતુ ઘટના સ્થળ પર હાજર હતા એ લોકોને પૂછપરછ કરી તેમજ આજુ બાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવી પરંતુ મહિલાને કોઈ ઓળખતા ન હતા ત્યાર બાદ સોશિયલ મીડિયાના સંપર્કમાં રહીને અલગ અલગ જણાવેલ ગામોમાં તપાસ કરેલ અને લખતર તાલુકા પોલીસની મદદ લઈ ગામોમા તપાસ કરતા મહિલાના પરિવારને શોધી કાઢ્યા હતા અને તેમની દીકરાઓ સાથે ફોન પણ વાતચીત કરી જાણ કરેલ હતી મલી આવેલ મહિલાના પરિવારના સભ્યો તાત્કાલિક 181 ટીમના ઓફિસ પર આવેલ મહિલાના પરિવારને પૂછપરછ કરતા જણાવેલ કે તેઓ લખતર તાલુકાના એક ગામના રહેવાસી છે મહિલાને માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરે કહ્યા વગર બહાર જતા રહ્યા હતા તેઓએ આજુબાજુના વિસ્તારમાં શોધવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ મહિલા મળેલ નહી ત્યાર બાદ 181 ટીમ અને પોલીસ ટીમ દ્વારા મહિલાનુ કાળજી પૂર્વક ધ્યાન રાખવાનું પરિવારના સભ્યોને સમજણ આપી અને રોજ ટાઈમ પણ દવા આપવાનું જણાવેલ હતું મહિલાના પરિવારના સભ્યોએ જણાવેલ કે તેઓ હવે પછી મહિલાનું વધુ સારી રીતે સંભાળ રાખશે તેવું પરીવારે જણાવ્યું હતું મહિલાના પરિવારના સભ્યો પાસેથી ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા લઇ નિવેદન લેવામાં આવેલ ત્યાર બાદ મહિલાનો કબજો તેમના પરિવારના સભ્યોને સોંપી આપેલ છે મહિલાના પરિવાર દ્વારા 181 અભયમ ટીમ અને પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.