રાજકોટમાં રેડ એપલ ગાર્ડન અને R.R. ફૂડ પોઇન્ટમાંથી અખાદ્ય ખોરાક ઝડપાયો, 21 કિલો જથ્થાનો સ્થળ પર નાશ કર્યો
રાજકોટમાં સતત વધતા રોગચાળાને અટકાવવા માટે મનપાનાં ફુડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે શહેરના પ્રસિદ્ધ રેડ એપલ ગાર્ડન તેમજ RR ફૂડ પોઇન્ટમાં ટીમો ત્રાટકી હતી. જ્યાં તપાસ કરતા બંને સ્થળેથી વાસી મન્ચુરિયન તેમજ ચીઝ સહિતનો એક્સપાયરી ડેટ વીતેલો અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર કુલ 21 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે રેલનગર વિસ્તારનાં 22 વેપારીઓનું ચેકીંગ કરી 10 ધંધાર્થીને લાયસન્સની નોટિસ આપવામાં આવી હતી. એટલું જ નહીં શહેરનાં વિવિધ સ્થળેથી મિક્સ દૂધ, મન્ચુરિયન અને ચાઈનીઝ ભેળ સહિતનાં નમૂના લેવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.