‘આફ્રિકામાં 4 પાકિસ્તાનીએ સાકળથી 3 દિવસ બાંધી રાખ્યો, 1.50 કરોડ માગ્યા, પિતાએ 30 લાખ મોકલ્યા ને છોડ્યો’
‘હું જેવો આફ્રિકાના જોહાન્સબર્ગ એરપોર્ટ પર પહોંચ્યો ને ચાર શખસે મને કારમાં બેસાડી દીધો હતો. બાદમાં મને સાકળથી બાંધી જણાવ્યું હતું કે, અમે પાકિસ્તાની છીએ અને 1.50 કરોડ રૂપિયા આપવા પડશે. બાદમાં મારો મોબાઈલ છિનવી લીધો હતો અને સતત મારા પિતાને ફોન કરી 1.50 કરોડની ખંડણી માગી રહ્યા હતા. આથી મારા પિતાએ આંગડિયા મારફત 30 લાખ મોકલ્યા હતા. રૂપિયા મળતા જ અપહરણકારોએ મને છોડી દીધો હતો. મને સતત ત્રણ દિવસ સુધી સાકળથી બાંધી રાખવામાં આવ્યો હતો.’ આ હચમચાવી દેતા શબ્દો છે રાજકોટમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરતા યુવાન કેયુર મલ્લીના. કેયુર 20 જાન્યુઆરીએ આફ્રિકા માલ ખરીદવા માટે ગયો હતો ત્યારે તેમની સાથે આ રીતની ઘટના ઘટી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.