ચાંડપ ગામમાં સર્વોદય સ્કૂલના નવીન મકાનનું ઉદ્દઘાટન કરવામા આવ્યુ
ઈડર તાલુકાના ચાંડપમાં વર્ષ ૧૯૭૦થી કાર્યરત સર્વોદય હાઈસ્કૂલનું મકાન ન હોવાથી ચાંડપ ગામના દાનવીર મૂળજીભાઈ સોનીએ વર્ષ ૨૦૦૧માં શાળા માટે જમીન વિષ્ણુભાઈ રાવલને જનકલ્યાણ ટ્રસ્ટમાં દાન આપ્યું હતું. ત્યારબાદ ૫૪ વર્ષે શાળાને પોતાનું મકાન મળ્યું હતું જેથી તા.૧૭ જુલાઈના રોજ નવીન મકાનનું ઉદ્ઘાટન વડિયાવીર બિલેશ્વરેધામના મહંત શાંતિગીરી મહારાજના હસ્તે કરાયું હતું. આ પ્રસંષે વિદ્યાર્થીઓને યુનિફોર્મ, ચોપડા વિતરણ, વય નિવૃત્તિ ગૌરવપ્રદ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જમીન દાતા મુળજીભાઈ, ધારાસભ્ય રમણલાલ વોરા, રાજ્યસભા ઠાકોર જુગલજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ઈડર તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ, રામભાઈ સોલંકી, કિરણભાઈ પટેલ, ભાનુભાઈ પટેલ તેમજ ગ્રામજનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.