બાગાયત નિયામકશ્રી તથા સંયુક્ત બાગાયત નિયામકશ્રી દ્વારા પ્રગતીશીલ ખેડુતની મુલાકાત.
બાગાયત નિયામકશ્રી તથા સંયુક્ત બાગાયત નિયામકશ્રી દ્વારા પ્રગતીશીલ ખેડુતની મુલાકાત.
માનનીય બાગાયત નિયામક શ્રી ડૉ. પી.એમ. વઘાસીયા તથા સંયુક્ત બાગાયત નિયામકશ્રી જે.આર.પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિ તથા ડ્રોન દ્વારા ખાતરના છંટકાવ માટે જુદા જુદા પ્રગતીશીલ ખેડુતોની મુલાકાત લેવામાં આવેલ હતી. જેમાં વિરમગામ તાલુકાના શિવપુરા ગામના શ્રી આનંદભાઈ જગજીવનભાઇ પટેલના ખેતરમાં ડ્રેગનફુટ (કમલમ) ની પ્રાકૃતિક કૃષિની ફિલ્ડ વિઝીટ કરી ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ડ્રોન પધ્ધતિથી બાગાયતી પાકોમાં ખાતર અને દવાનો છંટકાવ કરવાના નિદર્શન કરીને ખેડુતોને માહિતગાર કરવામાં આવ્યાં. જેમાં ખેડૂતોનો સારો એવો પ્રતિભાવ જોવા મળ્યો અને ખેડુતો દ્વારા જાણવા મળ્યું કે તેઓશ્રીએ બીજા ખેડુતો પાસેથી જે અગાઉ ડ્રોન પતિથી દવાનો છંટકાવ કરે છે તેમાં સારો વિકાસ અને ઉત્પાદન જોવા મળેલ છે. તેમજ ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવાથી સમય અને નાણાંનો વ્યય ઓછો થાય છે. તેમજ હાલ ખેતી કરવાં માટે મજૂરની અછત રહે છે જેથી મજુરોના અભાવને લીધે ખેતીમાં કામ કરવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. જો આ ડ્રોન પધ્ધતિનો બહોળો ઉપયોગ બાગાયતી ખેતીમાં થશે તો આ સમસ્યાનું શતપ્રતીશત નીરાકરણ કરી શકાય. નિદર્શન દરમિયાન અંદાજે ૨૫ થી ૩૦ ખેડુતો ઉપસ્થિત રહેલ હતાં. આ ઉપરાંત સાણંદ તાલુકાના ખોરજ ગામના જામફળ પકવતા ખેડુતશ્રી રમેશભાઈ મોરી દ્વારા જામફળની ખેતી કરતાં ખેડુત સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ અન્ય ગામના ખેડુતોની ઉપસ્થિતિમાં બાગાયત નિયામકશ્રી દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લઈ પ્રાકૃતિક કૃષિ તથા બાગાયતની ખેતી તરફ વળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આમ જિલ્લાના વિવિધ પ્રગતિશીલ ખેડુતો કે જેઓ હાઈ-ટેક હોર્ટીકલ્ચરની સાથે સાથે પ્રાકૃતિક કૃષિ અને ડ્રોનના ઉપયોગ થકી કામગીરી કરી રહ્યાં છે જેની જાણકારી મેળવવામાં આવી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.