રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 12 ફેબ્રુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર - At This Time

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 12 ફેબ્રુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર


રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદ ના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 07.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 07.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 06.02.2023 થી 11.02.2023 સુધી રદ.
• ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 07.02.2023 થી 12.02.2023 સુધી રદ.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 02.02.2023 થી 10.02.2023 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 03.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 06.02.2023 થી 10.02.2023 સુધી બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 07.02.2023 થી 11.02.2023 સુધી સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રીશેડ્યુલ કરેલ ટ્રેનો:
• ટ્રેન નંબર 11466 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ 10.02.2023 ના રોજ જબલપુરથી 8 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નંબર 11465 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ 11.02.2023 ના રોજ વેરાવળથી 7 કલાક મોડી ઉપડશે.
• ટ્રેન નં. 11087 વેરાવળ-પુણે એક્સપ્રેસ 11.02.2023 ના રોજ વેરાવળ 7 કલાક મોડી ઉપડશે.
માર્ગ માં મોડી થનાર ટ્રેનો:
• ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 11.02.2023 ના રોજ પોરબંદર- રાજકોટ વચ્ચે 15 મિનિટથી 30 મિનિટ સુધી મોડી થશે.
31.01.2023 થી 11.02.2023 ના સમયગાળા દરમિયાન માર્ગમાં મોડી થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
• મંગળવાર: ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ માર્ગ માં 30 મિનિટ મોડી પડશે અને ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 30 મિનિટ મોડી થશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય. તેમાટે માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક પશ્ચિમ રેલવે ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.