ભાજપા સરકાર પોતાનો રવૈયો બદલે અને ઉદ્યોગગૃહોના ઇશારે ગામડાં ભાંગવાનું બંધ કરે… વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ ધારાસભ્ય......... - At This Time

ભાજપા સરકાર પોતાનો રવૈયો બદલે અને ઉદ્યોગગૃહોના ઇશારે ગામડાં ભાંગવાનું બંધ કરે… વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ ધારાસભ્ય………


ભાજપા સરકાર પોતાનો રવૈયો બદલે અને ઉદ્યોગગૃહોના ઇશારે ગામડાં ભાંગવાનું બંધ કરે… વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ ધારાસભ્ય.........

અમરેલી ભાજપા સરકાર પોતાનો રવૈયો બદલે અને ઉદ્યોગગૃહોના ઇશારે ગામડાં ભાંગવાનું બંધ કરે… વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ ધારાસભ્ય ગામડાને વધુ ગરીબ અને બરબાદ કરી ગામડા ભાંગવાના ભાજપા સરકારના લક્ષને ખેડૂતો ક્યારેય સિદ્ધ નહીં થવા દે ..
અગાઉ ભાજપા સરકારે ખેતીની જમીન ખરીદવાની ૮ કિમીની મર્યાદા તોડી તેના કારણે ગુજરાતનો સમાંતર વિકાસ અટકી ગયો, અને ગામડા ખાલી થઈ ગયા…આજની ગામડાની દરિદ્રતા માટે આ છૂટછાટનો કાયદો જવાબદાર છે… અને હવે સમૂળગી ગામડાની ભૂગોળ બદલવાની માનસિકતા સાથે બિનખેડૂત ખાતેદારને ખેતીની જમીન ખરીદવાની છૂટછાટ આપવાથી ગામડા વધુ ગરીબ અને દરિદ્ર થશે…
રાજ્યની ભાજપા સરકાર જેમ દારૂ બંધીના કાયદાનું પાલન કરાવવામાં સદંતર નિષ્ફળ ગઈ એટલે દારૂ બંધીના કાયદા હળવા કર્યા તેમ બોગસ ખેડૂત ખાતેદાર થતા અટકાવવામા નિષ્ફળ ગઈ એટલે બિન ખેડૂત ખાતેદાર ખેતીની જમીન ખરીદીને છૂટછાટ આપવાનું વિચારી રહી છે… આમ રાજ્ય સરકારનો બાબુ આધારિત વહીવટ શેખચલ્લી માફક થઈ રહ્યો છે..
રાજ્ય સરકાર એક પછી એક નિર્ણય ગામડાને ખતમ કરવાના લઇ રહી છે… શરૂઆતમા ગામડાંની શાળાઓ શિક્ષક વગર કરી અને અંતે શાળાઓ બંધ કરી, આરોગ્ય અને સુરક્ષાની સમસ્યા ઉપર બેધ્યાન બની આમ ગ્રામ જીવનને સદ્ધર બનાવવાને બદલે અસુરક્ષિતતાની ભેટ આપી..
ખેડૂતો ખેતીની જમીન ખાલી કરે અને ઉદ્યોગગૃહોને હવાલે કરે…. આ લક્ષ સાથે ભાજપા સરકાર છેલ્લા ૨૩ વર્ષથી ગુજરાતમાં કાર્ય કરે છે… અને વર્તમાનની ખેતી અને ગામડાની સ્થિતિ તે તેનું પરિણામ છે..
ભાજપા સરકાર પોતાનો રવૈયો બદલે અને ઉદ્યોગગૃહોના ઇશારે ગામડાં ભાંગીને ગુજરાતને બરબાદ કરવાનું બંધ કરે કેમ છે પ્રેમ શ્રી ઠુમરે અંતમાં જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.