જસદણ તાલુકા કક્ષાના 78 મા સ્વાતંત્ર્ય દિનની કાળાસર ગામ ખાતે શાનદાર ઉજવણી
(ભરત ભડણિયા દ્વારા)
15 મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિનના દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જસદણ તાલુકાના કાળાસર ગામે શ્રી મતી એસ.બી.ગાર્ડી વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. જેમા પ્રાંતઅધિકારી મેડમ ગ્રીષ્મામેડમના વરદ હસ્તે ધ્વજવંદન કર્યું હતું. તેમની સાથે જસદણ તાલુકાના ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, મામલતદાર, ટી.ડી.ઓ.અને પોલીસ અધિકારી જાની સાહેબ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા ફાયર ફાઇટર ની ટીમ તેમજ તાલુકા ની તમામ કચેરીના વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની કર્મચારીઓ જોડાયા હતા. ધ્વજવંદન બાદ પ્રાંત અધિકારીએ પ્રસંગોચિત પ્રવચન કર્યુ હતું અને ત્યારબાદ સ્કૂલના બાળકો દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિના ગીતો પર સુંદર મજાની પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. ત્યારબાદ જસદણ તાલુકા ની વિવિધ કચેરીમાં વિશિષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓ તેમજ અલગ શાળાઓમાં પોતાના તન મન રેડી ને બાળકોની પ્રતિભા ખીલવવામાં જેઓ સતત પ્રયત્નશીલ છે એવા શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળકોને પ્રોત્સાહન માટે ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાસ્તનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અંતે પ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.