કોમર્સ કોલેજ - અમરેલીમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરાઈ. પ્યુન થી પ્રિન્સિપાલ સુધીની જવાબદારી વિદ્યાર્થીઓએ નિભાવી - At This Time

કોમર્સ કોલેજ – અમરેલીમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરાઈ. પ્યુન થી પ્રિન્સિપાલ સુધીની જવાબદારી વિદ્યાર્થીઓએ નિભાવી


કોમર્સ કોલેજ - અમરેલીમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

પ્યુન થી પ્રિન્સિપાલ સુધીની જવાબદારી વિદ્યાર્થીઓએ નિભાવી

અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ નિમિત્તે ૫ મી સપ્ટેબર ૨૦૨૩ના રોજ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલ અને વાઇસ પ્રિન્સિપાલ ડો.એ.કે.વાળા એ આ શુભ દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી. કોલેજના પ્રથમ વર્ષ બી.કોમ. થી તૃતીય વર્ષ બી.કોમ. અને પ્રથમ વર્ષ બી.બી.એ. થી તૃતીય વર્ષ બી.બી.એ.સુધીના તમામ વર્ગોમાં વિદ્યાર્થી ભાઈ - બહેનોએ ઉત્સાહ પૂર્વક અભ્યાસ ક્રમ કરાવ્યો હતો. જેમાં ;
વિશ્વા મકવાણા, સપના મોરી, ધ્રુવી બગડા, પાયલ કાલેણા, મિત્તલ રાઠોડ, હર્ષદ ચારોલા, નિર્મલ પરમાર, ક્રિશ કથીરિયા, હેવિંન ગંગલ, હિતેન સોલંકી, તનિષા ગોંડલીયા, બંસી ચોલેરા, રુશાલી ઠુંમર, ઝરણા પાથર, જલ્પા ઘેલાણી, ભરત કુડેચા, મેહુલ બગડા, રોશન ખાવડીયા, જાનવી ગોંડલીયા,જાનવી મકવાણા, નિરાલી પાંડવ, માનસી વામજા, સુજાનબાનુ કુરેશી, વિધિ ભટ્ટ, અંજુમન મોગલ,
માનસી મકવાણા, જૈમીન ગોસ્વામી, મીત અજુગિયા, કેયા માંજરીયા, આદર્શ શ્રીવાસ્તવ, મહેક જોશી, પરી મેતલીયા, ઈશિતા ચાવડા, હિતાંશી બોરડ, જતીન રાઠોડ વગેરેએ ભાગ લીધો હતો. પ્રિન્સિપાલ તરીકે જાનવી મકવાણા અને વાઇસ પ્રિન્સિપાલ તરીકે માનસી વમજાએ ફરજ નિભાવી હતી. આ તકે તમામ અધ્યાપકોએ ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ - બહેનોને આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તળાવિયા, ડો.એ.બી.ગોરવાડિયા અને એન.સી.સી.ઓફિસર પ્રા.વી.જી.વસાવાએ કર્યું હતું તેમ આઈ.ક્યુ.એ.સી. કોઓરડીનેટર પ્રા.ભારતીબેન ફિણવીયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.