આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત પ્રાંત કક્ષાનો વિશ્વાવાસથી વિકાસ યાત્રા અંતર્ગત ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ શ્રી જસવંત સિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને ગરબાડાખાતે યોજાયો હતો
દાહોદના ગરબાડા ખાતે સાંસદ જસવંત સિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત ગરબાડા ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ થકી રાજ્યના સામાન્ય માણસોની સામાજીક, આર્થિક સ્થિતિ સારી બની છે અને જીવનધોરણ ઊંચું આવ્યું છે. સાંસદશ્રીએ જણાવ્યું કે તા. ૧૨ અને તા. ૧૩ ના રોજ રાજ્ય સરકાર દ્રારા ” વિશ્વાસ થી વિકાસયાત્રા ” નું આયોજન રાજ્યક્ક્ષાએ , જીલ્લા કક્ષા એ તથા પ્રાંત કક્ષાએ કરીને વિકાસકાર્યોને જનસમર્પિત કરાશે.
સાંસદ જસવંતસિંહ ભાભોરે વધુમાં જણાવ્યું કે ગરબાડા તાલુકામાં ખાતમુહૂર્ત ૧૧૪.૫૬૫ લાખ અને લોકાર્પણ ૪૭.૧૭૬ લાખ રૂપિયા તેમજ દાહોદ તાલુકાના ખાતમુહૂર્ત ૬૧૮.૧૯૭ લાખ રૂપિયા તેમજ લોકર્પણના કામો ૮૭.૨૦૬ લાખ રૂપિયા કેંદ્ર અને રાજ્ય સરકારે ફાળવ્યા છે. વધુમાં સાંસદ શ્રી એ ઉમેર્યું કે જીલ્લા આયોજન મંડળ ને રાજ્ય સરકાર તરફ થી ૧૭.૮૬ લાખ, પંચાયત વિભાગ ને ૨૩૬.૭૯ લાખ, માર્ગ અને મકાન વિભાગને ૫૦૦ લાખ, ગ્રામ વિકાસ ને ૧૧૨.૫૦૪ લાખ એમ કરીને કુલ ૮૬૭.૧૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ પ્રસંગે સાંસદએ જણાવ્યું કે, ગુજરાતની પ્રજાનો ૨૦ વર્ષ નો વિશ્વાસ અને રાજ્ય સરકાર દ્રારા છેલ્લા ૨૦ વર્ષોમાં કરવામાં આવેલ કામગીરીને પ્રજા સમક્ષ મુકવા માટે મુખ્યમંત્રી ના માર્ગદરશન હેઠળ સમગ્ર રાજ્યમાં “ વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.
સાંસદે જણાવ્યું કે પ્રધાન મંત્રી એ સમગ્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્રદેશ માં વિકાસ યાત્રા શરૂ કરાવી છે. અને પ્રધાન મંત્રી એ કોઈ રાજનીતી નહીં પણ રાષ્ટ્રનીતી થી ગુજરાતને સમગ્રદેશ માં રોલ મોડેલ સ્ટેટ બનાવ્યું છે.
સાંસદ એ વધુમાં ઉમેર્યું કે આપણા વડાપ્રધાન નરેંન્દ્રભાઈ મોદી અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને વર્તમાન મુખ્યમંત્રી ભુપેંન્દ્રભાઇ પટેલના અથાક પ્રયત્નો થકી ભુપેંન્દ્રભાઇ પટેલ સરકાર એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે.
આ વેળાએ જીલ્લા પંચાયત સભ્ય જીથરા ભાઇ ડામોર, જિલ્લા પંચાયત સભ્ય પર્વતભાઈ ડામોર, જિલ્લા સભ્ય કીરીટ પટેલ, તાલુકા પ્રમુખ મનીષાબેન ગણાવા, ગરબાડા તાલુકા સભ્ય કમલેશ ભાઇ, તાલુકા પ્રાંત અધિકારી અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.