વિરપુર તાલુકાના જમણાવાત ગામે રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ….
વિરપુર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો...
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં અવાર નવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવાનું સામે આવ્યું છે ત્યારે ફરી એક વાર વિરપુર તાલુકામાં ફાયર સેફ્ટીના અભાવના કારણે રહેણાંક મકાન બળીને ખાક થઈ ગયું છે વિરપુર તાલુકાના લીમરવાડા ગ્રામ પંચાયતમાં આવેલ જમણાવાત ગામે ગત રાત્રીના અંદાજિત 11 વાગ્યાના સમયે ઠાકોર કાશીબેન લાલાભાઈ પરમારના રહેણાંક મકાનમાં એકાએક આગ લાગી હતી જેમાં પશુઓનો ઘાસચારો, અને ઘરવખરી, કપડાં સહિતની ચીજવસ્તુઓ બળીને રાખ થઈ જવા પામી હતી ત્યારે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા આજુબાજુમાં રહેતા લોકોના ટોળે ટોળાં ધટના સ્થળે ઉમટી પડ્યા હતા આગની બનાવની જાણ વિરપુર પીએસઆઇ ને કરતા વિરપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ફાયર સેફ્ટીના સાધનો લઈ દોડી આવી હતી પોલીસ સ્ટાફે રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી તેમજ પોલીસે ફાયર એસ્ટીંગ્યુસરનો ઉપયોગ કરી તથા સ્થાનિક ગ્રામજનોની મદદથી પાણી છાંટી આગ પર કાબુ મેળવી લીધો હતો આ ધટનામા કોઈ જાનહાની થઈ ન હતી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે અચાનક આગ લાગતા રહેણાંક મકાનમાં અંદાજિત 3 જેટલાં વ્યક્તિઓ મકાનની અંદરથી પોલીસે સહી સલામત રીતે બહાર કાઢી લેતા આબાદ બચાવ થયો હતો,પરંતુ આગનું સ્વરૂપ જોત જોતામાં વિકરાળ બની જતા પરિવાર નું મોટાભાગનો સમાન આગમાં ભડથું થયો હતો આગની ઘટનામાં અંદાજીત ૮૦,૦૦૦/- જેટલા નુકશાની થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે હાલતો નિરાધાર વિધવાને સરકાર દ્વારા વળતર યુધ્ધના ધોરણે ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.