રાજકોટ:દારૂ સપ્લાય કરે તે પહેલા જ બેલડી ઝડપાઈ: એક ફરાર - At This Time

રાજકોટ:દારૂ સપ્લાય કરે તે પહેલા જ બેલડી ઝડપાઈ: એક ફરાર


મોરબી રોડ જકાત નાકા પાસે જમનાપાર્ક શેરી નં.10માં રહેણાક મકાનમાં બી ડીવીઝન પોલીસે દરોડો પાડી રાજસ્થાની બે શખ્સોને દબોચી દારૂની 1680 બોટલ સહિત રૂા.94 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે એક શખ્સ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ કે.જે. કરપડાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી. મારૂ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા
ત્યારે હે.કો. રાજેશ બાળા, ભાનુશંકર ધાંધલા અને રાજદીપ પટગીરને મળેલ ચોકકસ બાતમીના આધારે મોરબી રોડ, જકાતનાકા પાસે જમનાપાર્ક શેરી નં.10માં દરોડો પાડી દારૂની 1680 બોટલ ઝડપી જીતેન્દ્ર દેવીલાલ પાલીવાલ (રહે. જમનાપાર્ક શેરી નં.10, મુળ રાજસ્થાન) અને લાલજી બળવંત રામાવત (રહે. સદર બજાર, પંચનામ સોસાયટી શેરી નં.3)ને દબોચી રૂા.94 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જયારે દિનેશ ઉર્ફે સાગર વિજય ગોસ્વામી (રહે. જય જવાન જય કિશાન સોસાયટી શેરી નં.4) દરોડા સમયે નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી. જયારે પકડાયેલા આરોપીની પુછપરછમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી મંગાવ્યો હતો અને છુટકમાં વહેચાણ કરવાના હતા. દારૂનો ધંધો એક અઠવાડીયાથી જ શરૂ કર્યાની કબુલાત આપી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.