રાજકોટ:તા.17ના જનરલ બોર્ડ
મનપાની સ્ટે.કમીટીએ આજે મંજૂર કરેલું અંદાજપત્ર તા. 17ના શુક્રવારે જનરલ બોર્ડમાં બહાલ કરવામાં આવશે. તા.17ના બોર્ડ બોલાવવા આજે મેયર ડો.પ્રદિપ ડવે એજન્ડા બહાર પાડયો હતો જેમાં ચાલુ વર્ષનું રીવાઇઝ બજેટ, નવા નાણાંકીય વર્ષનું બજેટ, જુદા જુદા કરવેરામાં વધારા અને સુધારા, નવા પર્યાવરણ ચાર્જ, દર વર્ષની જેમ એપ્રિલમાં શરૂ થતી વેરા વળતર યોજના, ઓનલાઇન પેમેન્ટમાં પ્રોત્સાહન સહિતની કુલ 13 દરખાસ્તો છે. તેના પર નિર્ણયો કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.