જસદણ નગરપાલિકાના પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ છાયાણીની ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ થડેશ્વર સર્વાનુમતે ચુંટાઈ આવ્યાં
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં આજે પ્રમુખ તરીકે ભાજપ વોર્ડ નંબર 3ના સભ્ય જીતેન્દ્રભાઈ પ્રાગજીભાઈ છાયાણીની ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 4ના સભ્ય હિતેશભાઈ ભાસ્કરભાઈ થડેશ્વર સર્વાનુમતે ચુંટાઈ આવતાં હારતોરા અને અબીલ ગુલાલની છોળો વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જસદણના જુના માર્કેટયાર્ડના સભાખંડમાં આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં જીતેન્દ્ર છાયાણીની પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે હિતેશ થડેશ્વર ચુંટાઈ આવ્યાં હતાં. જસદણ નગરપાલિકામાં ગત તા.16 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચુંટણી યોજાય હતી. જેનું પરિણામ તા.18 ફેબ્રુઆરીના રોજ જાહેર થયું હતું જેમાં ભાજપએ 22 કોંગ્રેસએ 5 અપક્ષએ 1 બેઠક મેળવી હતી જે અંગે આજે ભાજપએ સૌથી વધુ બહુમતી મળતાં તેઓના પ્રમુખ અને ઉપપ્રમુખ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 (સુધારા અધિનિયમ 1993) ની કલમ 32 (1) ની જોગવાઈ મુજબ ચુંટાઈ આવ્યાં હતાં. આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે આજે અમારી બોડીના પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટાઈ આવતાં ફરી વધું એકવાર ભાજપનો ભગવો લહેરાયો હતો. આ તકે અમે ખાસ કરીને જસદણના નાગરિકો અને અમારા તમામ નેતાગણ અને કાર્યકરો તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજથીજ અમારી ખરી કસોટી શરૂ થશે જેમાં અમે સફળતાપૂર્વક પાર ઉતરશું. અને આવનારા સમયમાં પારદર્શક વહીવટ કરીશું. ખાસ કરીને અમારી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોની મહેનત અને કામગીરી રંગ લાવી છે જે થકી પાલિકાની દરેક ચૂંટણીમાં કોઈ પ્રકારની અડચણ આવી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
