યુનેસ્કો દ્વારા ભૂજના સ્મૃતિ વનને વિશ્વના ૭ સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન - At This Time

યુનેસ્કો દ્વારા ભૂજના સ્મૃતિ વનને વિશ્વના ૭ સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન


ગુજરાત માટે ગૌરવની ક્ષણમાં વધુ એકયશકલગી ઉમેરાઈ છે.ધ યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભુજના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલને વિશ્વના ૭ સુંદર [ મ્યુઝિયમની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના કોઈ મ્યુઝિયમને પ્રથમવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થયેલી છે. વર્ષ ૨૦૨૪માં વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમમાં ભુજના સ્મૃતિ વન ઉપરાંત ચીનના એ-ફોર આર્ટ મ્યુઝિયમ, ઈજીપ્તના ગ્રાન્ડ ઈજિપ્તિયન મ્યુઝિયમ, જાપાનના સિમોસ આર્ટ મ્યુઝિયમ, નેધરલેન્ડ્સના પલેઈઝ હેત લૂ, ઓમાનના

ઓમાન એક્રોસ એજીસ મ્યુઝિયમ, પોલેન્ડના પોલિશ હિસ્ટ્રી મ્યુઝિયમનો પણ સમાવેશ કરાયો છે. વર્ષ ૨૦૦૧માં વિનાશક ભૂકંપનો ભોગ બનનારા લોકોની સ્મૃતિમાં-કચ્છના લોકોની ખુમારીને વંદન રૂપે આ મ્યુઝિયમનું નિર્માણ કરાયું છે. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે ૪૭૦ એકરમાં આ મ્યુઝિયમનું નિર્માણ કરાયું છે. ૧૧૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા સ્મૃતિ વન મ્યુઝિયમમાં સાત વિભાગો છે. આ વિભાર્ગોમાં પુનઃજન્મ, પુનઃપ્રાપ્તિ, પુનઃસ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવિનીકરણ એમ સાત વિષયો છે. સ્મૃતિવન મ્યુઝિયમની આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.