ચોકડી ખાચર પરીવાર દ્વારા સુરજદેવળ ખાતે રસોઈ આપવામાં આવી
સુરજદેવળ એક સૌ સમાજના લોકોનું આસ્થા કેન્દ્ર છે. જેમાં ક્ષત્રિય સમાજ ના ઇષ્ટદેવ તરીકે સૂર્ય નારાયણ ભગવાન ની પૂજા થાય છે. ત્યારે કોઈ પણ શુભ કાર્ય માટે ઇષ્ટદેવ તરીકે સૂર્યદેવ ને પહેલા યાદ કરે છે.
ચુડા ના ચોકડી ના ખાચર પરિવાર દ્વારા સ્વ : બહાદુરભાઈ ભીમભાઈ ખાચર ની પુણ્યતિથિ નિમિતે નવા સુરજદેવળ મંદિરે તેમના પુત્ર ભરતભાઈ તથા વાસ્કુરભાઈ દ્વારા રસોઈ (સાત્વિક ભોજન )આપવામાં આવી હતી. જેમાં કુટુંબ ના સગા સંબંધી સ્નેહીજનો એક સાથે પ્રસાદ આરોગે છે. ભગવાન સૂર્યનારાયણ દેવ મંદિરે દીપમાળ પુરાવામાં આવી હતી તથા વિધિવત રીતે ભગવાન ને થાળ ધરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
જી,સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.