સાબરકાંઠા હિંમતનગરમાં યોગ શિબિરમાં સ્વાસ્થ્ય સાથે અપાયો ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશ - At This Time

સાબરકાંઠા હિંમતનગરમાં યોગ શિબિરમાં સ્વાસ્થ્ય સાથે અપાયો ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશ


“સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”
*****
સાબરકાંઠા હિંમતનગરમાં યોગ શિબિરમાં સ્વાસ્થ્ય સાથે અપાયો ‘સ્વચ્છતા હી સેવા’નો સંદેશ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દેશને સ્વચ્છ અને હરીયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતા હી સેવા’ તેમજ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન શરૂ કરાવ્યા છે. આ સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ ‘સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા’ના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે.
આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્રારા શહેરમાં આવેલા હનુમાન મંદિર બગિચા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગાસન અને પ્રાણાયામ સાથે શરીર અને મનને સ્વસ્થ રાખવા સાથે ઘર, સોસાયટી તેમજ કચેરી, વ્યવસાયના સ્થળો તથા સમાજમાં સ્વચ્છતા રાખવાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ યોગ શિબિરમાં સ્થાનિક નાગરિકો, નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખશ્રી યતીનાબેન મોદી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્ર ગઢવી સદસ્યો, સ્ટાફગણ વગેરે જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.