વીરપુર પોલીસ સ્ટેશન દ્વારા અવેરનેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.... - At This Time

વીરપુર પોલીસ સ્ટેશન દ્વારા અવેરનેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું….


૧૯૪૭ ની આઝાદી પછી અંગ્રેજો દ્વારા બનાવેલા કાયદાની અમલવારી થતી હતી,આ કાયદાનો ફેરફાર કરી સુધારો કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો..

મહીસાગર જિલ્લાના વિરપુર એ.પી.એમ.સી હોલ ખાતે વીરપુર પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતા જોગ સંદેશ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશમા જુના કાયદાની જગ્યાએ નવા ત્રણ કાયદાઓ અમલમાં આવેલ છે અને આ નવા કાયદા અને જોગવાઈઓ સામાન્ય પ્રજાને ફોજદારી કાયદા અંગેની જાણકારી મળી જાણકારી મળી રહે તે હેતુથી વીરપુર એ. પી એમ.સી હોલ ખાતે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન વીરપુર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જનકલ્યાણ ના ઉત્તમ ઉદેશથી યોજવામાં આવ્યું હતું. આ જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ મા વીરપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ. બી ઝાલા એ કાયદાની વિસ્તૃત સમજ આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વકીલો તમામ ગામના નાગરિકો, સરપંચો, તલાટીઓ, વેપારીઓ તમામ વિભાગના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન વીરપુર ગ્રામ પંચાયતના સહકાર અને વીરપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું..

*બોક્ષ* :- તારીખ 1-7-2024 થી અમલમાં આવેલ નવા ફોજદારી કાયદાઓ

(1)ભારતીય ન્યાય સહિતા -2023

(2) ભારતીય નાગરિક સુરક્ષા સહિતા -2023

(3) ભારતીય સાક્ષ્ય અધિનિયમ -2023

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર માંહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.