લીલીયા મોટા ખાતે સીટી સર્વે ઓફિસ માં જવાબદાર અધિકારીની નિયમિત નિમણૂક કરવાની માંગ કરાઈ - At This Time

લીલીયા મોટા ખાતે સીટી સર્વે ઓફિસ માં જવાબદાર અધિકારીની નિયમિત નિમણૂક કરવાની માંગ કરાઈ


લીલીયા મોટા તાલુકા મથક નું ગામ હોવા છતાં ઘણા લાંબા સમયથી સીટી સર્વે અધિકારી નિયમિત આવતા નથી જેથી કરીને લોકો હેરાન થાય છે લીલીયા અને લાઠી તાલુકા વચ્ચે એક જ અધિકારી છે અને તે અઠવાડિયામાં એક જ દિવસ શુક્રવારે આવે છે જેથી લોકો પોતાના કામો માટે હેરાન થાય છે અને ઓફિસના ધક્કા ખાય છે અને અધિકારી ન હોવાથી અરજદારોને સાવરકુંડલા પ્રાંત અધિકારી પાસે જવું પડે છે જેથી સમય શક્તિ અને નાણાનો વ્યય થાય છે તો લોકોની માંગણી છે કે વહેલી તકે કાયમી ધોરણે અધિકારીની નિમણૂક થાય એ બાબતે લીલીયા તાલુકા ભાજપ શિક્ષણ સેલ કન્વીનર ભાસ્કરભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને ઘટતું કરવામાં આવે તેવી પત્ર લખી લેખિત રજૂઆત કરવામાં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.