ધંધુકા -અમદાવાદ માર્ગ પરનો નિર્માણાધીન ઓવરબ્રિજનું કામ છેલ્લાં સાત વર્ષથી અધૂરું
ધંધુકા -અમદાવાદ માર્ગ પરનો નિર્માણાધીન
ઓવરબ્રિજનું કામ છેલ્લાં સાત વર્ષથી અધૂરું
ગોકળગાય ગતિએ કામગીરી ચાલી રહી હોય વાહનચાલકો ટ્રાફિકજામથી પરેશાન
ધંધુકા અમદાવાદ માર્ગ પર આવેલ રેલ્વે ફાટક પરનો ઓવરબ્રિજ હજી પણ અધુરો હોવાથી અને અધૂરામાં પૂરું રેલ્વે દ્વારા સાંકડું ફાટક બનાવાયું હોવાથી દરરોજ ટ્રાફિક જામ થાય છે.
આ સમસ્યાનો પાછલા સાત વર્ષમાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.પરંતુ ટ્રાફિક સમસ્યા રોજબરોજ વધી રહી છે. ધંધુકાવાસીઓ અને વાહન ચાલકો સમસ્યાનો કાયમી ઉકેલ માંગી રહ્યા છે.આજે પણ ઓવરબ્રિજ અધુરો તો છે.જેના કારણે લોકોને રેલ્વે ક્રોસિંગનું સાંકડું ફાટક ઓળંગીને જવાનો વારો આવ્યો છે.બ્રોડગેજ રેલ્વે શરૂ થઈ ગઈ છે દરરોજ માલગાડી અને ટ્રેનોની અવરજવર થાય છે.જેના કારણે વારંવાર ફાટક બંધ કરવામાં આવે છે અને રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગે છે.ખાસ કરીને સવારે શાળાઓએ જતા વિધાર્થીઓને ફાટક અને ટ્રાકિની સમસ્યાને કારણે શાળા પહોંચવામાં મોડું થાય છે.સૌરાષ્ટ્ર, ગોહિલવાડ અને કાઠિયાવાડનું પ્રવેશદ્વાર ધંધુકા છે. પ્રસિદ્ધ સાળંગપુર મંદિર ખાતે આવન જાવન કરતા યાત્રાળુઓને પણ કલાકો સુધી ટ્રાફિક સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે.તો ક્યારેક ટ્રાફિકને કારણે વાહન ચાલકોમાં નાના મોટા ઝઘડાઓ પણ થાય છે.ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લોકો અને વાહન ચાલકો માંગી રહ્યા છે.હાલ પાછલા થોડા દિવસથી કામ શરૂ કરવામાં આવ્યું છે તે કામ પણ મંદગતિએ ચાલી રહ્યું છે.તંત્રના વાંકે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.જ્યાં સુધી ઓવરબ્રિજ શરૂ ન થાય ત્યાં સુધી રેલ્વેનું ફાટક પહોળું કરવામાં આવે તેવી લોકો ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આગામી દિવસોમાં દીપાવલીના તહેવારો આવનાર છે.ત્યારે ટ્રાફિક પણ ખૂબ વધવાનો છે. તો રેલ્વે તંત્ર ફાટક પહોળું કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.