આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામ ખાતે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ****** - At This Time

આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામ ખાતે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ******


આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ઇડર તાલુકાના ગાંઠીયોલ ગામ ખાતે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો.
******
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગાંઠીયોલ ખાતે પ્રાકૃતિક ખેતી વિષય ઉપર કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્રારા સમગ્ર રાજયમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો વધુમાં વધુ જીરો બજેટ ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સાબરકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્રારા તાલિમ કાર્યક્ર્મો યોજાય છે. જે અંતર્ગત ઇડરના ગાંઠીયોલ ખાતે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ આપવાની સાથે આ ખેતી દ્વારા થતા ફાયદા જેમકે ઓછા બજેટમાં ખેતી થાય છે. આ ખેતીમાં રાસાયણિક દવાઓ કે અન્ય કોઈ જાતના રસાયણ ન વપરાતા આ ખેતી થકી ગંભીર અને જીવલેણ બીમારીઓથી ભવિષ્યની પેઢીને ઉગારી શકાશે જેવી વિગતો અંગે સમજણ આપવામાં આવી હતી.
આ કાર્યક્ર્મમાં શ્રી વિશ્વાસભાઈ ચૌધરી (બાગાયત અધિકારીશ્રી), શ્રી એ. વી. ભગોરા (ગ્રામ સેવક), શ્રી પી. એન. પટેલ (પશુધન નિરીક્ષક), શ્રી મહેશભાઈ ડી. પટેલ (ડે. પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા) શ્રી રાકેશભાઈ બી. ચૌધરી (માસ્ટર ટ્રેનર, ચોટાસન), શ્રી અરવિંદભાઈ (માસ્ટર ટ્રેનર, ચિત્રોડા)તેમજ આત્મા પ્રોજેક્ટ, ઈડરનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઇ- બહેનો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.