કારખાનેદારે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લીધી
15%ના વ્યાજે બે વ્યાજખોર પાસેથી 50 હજાર લીધા’તા
ઝેર પી લેનાર યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
વ્યાજખોરો સામે પોલીસની બેવડી નીતિને કારણે બેખોફ બની તોતિંગ વ્યાજે નાણાં આપ્યા બાદ વધુ નાણાં પડાવવા ધાકધમકીઓ દઇ કાયદાની ઐસીતૈસી કરી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવમાં યુનિવર્સિટી રોડ, યોગેશ્વર પાર્ક-2માં રહેતા રોહિત ગણેશભાઇ ચોવટિયા નામના યુવાને તેના મેટોડા જીઆઇડીસીમાં આવેલા કારખાને ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.બનાવની જાણ થતા લોધિકા પોલીસે ખાનગી હોસ્પિટલ દોડી જઇ સારવાર લઇ રહેલા યુવાનની પૂછપરછ કરતા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી પગલું ભર્યાનું જણાવ્યું હતું. વિશેષ પૂછપરછમાં તે મેટોડામાં ભાગીદારીમાં કારખાનું ધરાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.