જયુબેલી ચોકમાં નજીવી બાબતે કિન્નરો સામે યુવાનોએ છરી લઈને ધમાલ કરી, એક કિન્નર ઈજાગ્રસ્ત; બેની ધરપકડ
રાજકોટમાં સાંજે જયુબેલી ચોકમાં કિન્નરો અને રિક્ષાચાલકો વચ્ચેની માથાકૂટ સામે આવી હતી. જ્યુબેલી બાગમાં કિન્નરો બેઠા હતા ત્યારે એક યુવાન ટુ-વ્હીલર પર આવ્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. બાદમાં તેને ટપારવામાં આવતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. થોડા સમય બાદ ચારથી પાંચ શખ્સો રિક્ષામાં ધસી આવ્યા હતા ને હાથમાં છરી અને કોયતા લઇ જાહેરમાં મારામારી કરવા લાગ્યા. જોકે, પોલીસને ઘટનાની જાણ થતાં જ તુરંત ઘટનાસ્થળે PCR વાન આવી ગઈ હતી. આ ઘટનામાં એક કિન્નર ઘાયલ થતાં તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
