ધાંગધ્રા નાં વાછડા દાદાનાં સાનિધ્યમાં રેલી તેમજ સેવા કેમ્પ યોજાયો. - At This Time

ધાંગધ્રા નાં વાછડા દાદાનાં સાનિધ્યમાં રેલી તેમજ સેવા કેમ્પ યોજાયો.


સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનાં નાના રણ ખાતે વિર વાછડા દાદાનાં સાનિધ્યમાં મકર
સંક્રાંતિ નાં તહેવાર રૂપે લોકો ધ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.કાલે સવારે ધાંગધ્રા કુંડા ચોકડી વેલનાથ વનથી, નાનાં રણમાં વાછડા દાદાનાં સાનિધ્યમાં ખૂબ મોટી સંખ્યામાં જય જયકાર ના નારા સાથે લોકો રેલીમાં જોડાયા હતા.આ નાનાં રણમાં વાછડા દાદાનાં દર્શનાર્થે દૂર દૂરથી અનેક ભક્તો દર્શનાર્થે આવે છે તેમજ ઘણા લોકો નાં દુઃખો દૂર થાય છે.જયારે સુર્યવંશી સેવા ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર્વની નિમિત્તે ગાયુ નાં ઘાસચારા માટે સેવા કેમ્પ તથા ભવ્ય લાઇવ ડીજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં સુર્યવંશી સેવા ટ્રસ્ટ સંચાલિત નિલેશભાઈ દેત્રોજા,ઉપ પ્રમુખ વેલજીભાઈ ઠાકોર, પ્રભારી ભરતભાઈ સારલા, મહામંત્રી રણજીતભાઈ ઠાકોર, પપ્પુભાઈ ઠાકોર, દિલીપભાઈ ઠાકોર, તમામ ગામોના સરપંચો, તાલુકા પંચાયત સદસ્યો તેમજ ૨૦ ગામથી વધારે
બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.