મોરબીના માળિયામાં પતિની હત્યા કરનાર આરોપી પત્ની અને સાળાને પોલીસે ઝડપી લીધા
માળિયાની મચ્છુ નદીમાંથી ૫૫ વર્ષીય આધેડનો મૃતદેહ ડોકમાં ચુંદડી બાંધેલ અને એક છેડો બાઈક સાથે બાંધેલ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રજકોટ ખસેડ્યો હતો જેમાં હત્યા થયાનું ખુલતા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે આરોપી પત્ની અને સાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે બંને આરોપીને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે
માળિયાના જુના અંજીયાસર ગામના રહેવાસી સાહિલ હાજીભાઇ મોવર નામના યુવાને આરોપી શેરબાનું હાજીભાઇ મોવર રહે જુના અંજીયાસર અને ઇમરાન હૈદર ખોડ રહે ખીરઈ તા. માળિયા વાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સાહિલના પિતા હાજી અબ્દુલ મોવર (ઉ.વ.૫૫) પોતાની દીકરી પર અવારનવાર નજર બગાડતા હોય જેથી ફરિયાદીની માતા શેરબાનુંએ એ બાબતનો ખાર રાખી પિતા હાજીભાઇની ચા અને શાકમાં ઘેનના ટીકડા નાખી બેભાન કરી ગળે ચુંદડી વડે ગળેફાંસો દઈને મોત નીપજાવ્યું હતુ
તેમજ આરોપી ઇમરાન હૈદર ખોડ જે ફરિયાદીના મામા થતા હોય જેને ફરિયાદીની માતાને ગુનામાં મદદગારી કરી હતી જે રીક્ષા લઈને આવી મૃતક હાજી મોવરને રીક્ષામાં બેસાડી મચ્છુ નદીના કાંઠે તલાવડીના પાણીમાં બાઈક સહીત મૃતદેહ ફેંકી દઈને પુરાવાનો નાશ કરી ગુનામાં મદદગારી કરી હતી માળિયા પોલીસે આરોપી પત્ની અને સાળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યાના ગુનામાં આરોપી પત્ની શેરબાનું મોવર અને સાળો ઇમરાન ખોડ એમ બંને આરોપીને ઝડપી લઈને માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી રહ્યા છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.