બોટાદ ની શ્રી દયાનંદ સરસ્વતી પ્રા.શાળા નં.15 બાળસંસદ 2024ની ચૂંટણી યોજાઈ
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ )
બોટાદ ની શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં બાળસંસદની ચૂંટણી યોજાઈ હતી. લોકશાહીના મૂલ્યોનું બાળકોમાં જતન કરવા માટે શાળામાં બાળસંસદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધોરણ 6 થી 8 ના બાળકોમાંથી શાળાના મુખ્યમંત્રી, ઉપમંત્રી તથા વિવિધ સમિતિઓના મંત્રી તરીકેના ફોર્મ બાળકોએ ભર્યા હતા અને પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. ત્યારબાદ પ્રિસાઈડિંગ ઓફિસર, પ્રથમ મતદાન અધિકારી, દ્વિતીય મતદાન અધિકારી, મહિલા મતદાન અધિકારી, પોલીસ કર્મચારી જેવી અલગ અલગ કામગીરી ઉપર બાળકોએ પોતે જ કામ કરી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ને સમજી હતી. ઇવીએમ વોટિંગ મશીન એપ્લિકેશન દ્વારા બાળકોએ મતકુટીરમાં જઈ ગુપ્તમતદાન કર્યું હતું. જેમાં ધોરણ 8 નો વિદ્યાર્થી સડાણીયા રુદ્ર અતુલભાઈએ સૌથી વધુ મેળવી શાળાના મુખ્યમંત્રી અને ધોરણ 7 ની વિદ્યાર્થીની લાખાણી હસ્તી પ્રદ્યુમનભાઈએ ઉપ મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મુખ્યમંત્રી, ઉપમંત્રી અને અલગ અલગ ખાતાના મંત્રી તરીકે શપથ લીધા હતા. આ સમગ્ર આયોજન ગાયત્રીબેન મોજીદ્રા, શૈલેષભાઈ ભૂંગાણી અને આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ કર્યું હતું. શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણીએ શિક્ષકો અને તમામ બાળકોને સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.