રાજકોટમાં ઢોર લે-વેચનો ધંધો ચાલુ કરાવી 21 ભેંસ લીધી, પણ 17.40 લાખ રૂપિયા ન આપ્યા, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
રાજકોટમાં ઢોર લે-વેચનો ધંધો ચાલુ કરાવી 21 ભેંસ લીધી પણ રૂપિયા ન ચૂકવી 17.40 લાખની છેતરપિંડી કર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતા હેમભાઈ ગઢવી અને તેની માતા સામે ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના જિલ્લા ગાર્ડન ચોકમાં નવયુગપરા શેરી નં. 5માં રહેતાં ભાવેશભાઇ બટુકભાઇ મકવાણાએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે રાજારામ સોસાયટીમાં રહેતાં હેમભાઈ ગોબરભાઈ ગઢવી અને તેની માતાનું નામ આપ્યું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, હું ભાણજી બાપાના પુલની સામે નદીના કાંઠે ભેંસનો વાડો રાખી ભેંસ લે-વેચ કરી મારા પરિવાનુ ગુજરાન ચલાવું છું. આજથી આશરે 4 વર્ષ પહેલા હેમભાઈ તેની પાસે આવેલા અને તેમને ભેંસ લેવાની વાત કરતાં તેમને તેની માલિકીની ભેંસો તેમને બતાવેલ
હતી. તેમાંથી બે ભેંસો તેને વેચાતી લઈ તેના એક લાખ રોકડા આપ્યા હતાં.
અઠવાડિયા બાદ હેમભાઈ ફરી આવેલ અને બે ભેંસ વેચાતી લઈ ગયા હતા અને તેના 1 લાખ 10 હજાર રૂપિયામાંથી 80 હજાર ચૂકવી આપેલ હતા અને બાકીના 30 હજાર બાકી રાખ્યા હતાં. જે બાદ તે ચૂકવી આપ્યા હતાં. બાદમાં હેમભાઈ ગઢવી અવારનવાર ભેંસો વેચાતી લઈ જતા અને ભેંસોની અડધા રૂપિયા રોકડા આપી જતા અને બાકીની કિંમત અઠવાડિયાની અંદર આપી જતા હતા. જેથી તેની ઉપર વિશ્વાસ આવી ગયો હતો. જેથી તેમને ભેંસો બાકી રૂપિયે આપતા હતાં.
હેમભાઈ ગઢવી અવારનવાર ભેંસો વેચાતી લઈ જતા હોય જેથી તેમને રૂ. 3.54 લાખની બાકી પેટે ભેંસો વેચાતી આપી હતી. ત્યારબાદ તા.1.11.2020ના વાડે આવેલ અને કહેલ કે, મારે 14 ભેંસો વેચાતી લેવાની છે. જેથી મેં તેમને આગળના રૂપિયાની વાત કરતાં બધો હિસાબ એકસાથે થઈ જશે. જેથી તેમને 14 ભેંસ પસંદ કરી હતી અને 14 ભેંસની કિંમત રૂ.9.76 લાખ થતી હોય જે રૂપિયા તેઓ અઠવાડિયામાં આપી દેશે તેમ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.