વનવિભાગ દ્વારા કુંદણી માથી વિશાળકાય અજગરનો રેસ્ક્યુ કરવામા આવ્યું
જસદણના કુંદણી ગામે ગત રાત્રીના રહેણાંક વિસ્તાર નજીક એક વિશાળ અજગર જોવા મળ્યો હતો. તો ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગના કર્મચારી રમેશભાઈ કુકડિયાને ટેલિફોનિક જાણ કરવામા આવી હતી. અને તેમણે તરત જ પોતાની ટીમ સાથે ત્યા જઈને તાત્કાલિક અજગર રેસ્કયુ કરવાની કામગીરી ચાલુ કરવામા આવી હતી. એવામા અજગર બાજુમા રહેલ પાણીના નાળામા જતા રહેતા રેસ્ક્યુ કરવામા ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી. અંતે રમેશભાઈ દ્વારા પાણીમા ઉતરીને પણ આ વિશાળ અજગરનુ રેસ્કયુ કરવામા આવ્યુ હતુ. અને લોકોને ભયમુક્ત કરવામા આવ્યા હતા. ત્યારબાદ અજગરને સલામત સ્થળે મુક્ત કરવામા આવ્યો હતો. જોકે વનકર્મી રમેશભાઈ જયારે પણ આજુબાજુના ગામમા સાપ નીકળે ત્યારે તેનુ રેસ્કયુ કરી સલામત સ્થળે મુક્ત કરતા હોય છે. તે આવી સેવા અવિરત કરતા રહે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.