લખતર ગામમાં મુસ્લિમ સમાજ તાજીયા કમિટી દ્વારા ઇમામ હુસેનની શિહીદીની યાદમાં શોક મનાવવા માટે થઈને વર્ષોથી યોજાતા તાજીયાના ઝુલુસનું આયોજન કરાયુ - At This Time

લખતર ગામમાં મુસ્લિમ સમાજ તાજીયા કમિટી દ્વારા ઇમામ હુસેનની શિહીદીની યાદમાં શોક મનાવવા માટે થઈને વર્ષોથી યોજાતા તાજીયાના ઝુલુસનું આયોજન કરાયુ


લખતર ગામમાં મુસ્લિમ સમાજ તાજીયા કમિટી દ્વારા ઇમામ હુસેનની શિહીદીની યાદમાં શોક મનાવવા માટે થઈને વર્ષોથી યોજાતા તાજીયાના ઝુલુસનું આયોજન કરાયુકોઈપણ અત્યાચાર અને દમન વિરુધ્ધ માથું ઝુકાવવાના બદલે માનવ અધિકાર માટે શહીદી વહોરવી તેનુજ નામ અમલ છેઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલયહીસ્સલામ અને અન્ય કરબલના શહીદોની સમૂર્તિમાં શોકનો તહેવાર છે આ દિવસે મુસ્લિમ સમાજના બાળકો મહિલાઓ પુરૂષ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે કરબલાની ઘટના આશરે 1400 વર્ષ પહેલા બની હતી પયગંબર ઇસ્લામ હજરત મોહમદરસુલલ્લાહના નવાસા દોહીત્ર હજરત ઇમામ હુસેન અલીય્હિસ્સલામે પોતાના બોતેર સાથીઓ સાથે શહીદી વહોરી લીધી હતી ગત ચૌદસો વર્ષથી આજસુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણકે ઇસ્લામી આલમમાંજ નહિ બલકી અકિદાથી સંબધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુધ્ધ અને સચ્ચાઈના સમર્થક છે તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિન્હ સમજે છે કરબલામાં શહીદ થયેલ શહીદો પાણી વગર શહીદ થયા હતા આથી આ દિવસે ઠંડા પીણા શરબત દુધની વાનગીઓને દાનમાં દઈ પુણ્યનું ભાથું બાંધવાનું કાર્ય કરવાનું હોય છે સાથે મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા કમિટી બનાવી હજરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવી ભવ્ય રીતે શણગારી ઝુલુસ કાઢવામાં આવે છે આ દિવસે તાજીયા જ્યાંથી પણ પસાર થવાના હોય તેરોડ ઉપર પાણી છાંટવાનું પણ અનેરું મહત્વ છે ત્યારે લખતર મુસ્લિમ સમાજ તાજીયા કમિટી દ્વારા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઝુલુસ મસ્જિદ ચોક બાળબોધ ચોક ગાંઘીચોક ખોડિયારમાતાની દેરી મોચી બજાર મેઈન બજાર થઈને લખતર ગામ બહાર આવેલ રાજુપીર દાદાની દરગાહએ પહોચ્યું હતું ત્યાં ઝુકુસ પૂર્ણ કરી તાજીયાને મોતીસર તળાવમાં ઠંડા કરવામાં આવ્યા હતા જ્યારે ઝુલુસ નીકળ્યું ત્યારે લખતર ગામમાં કોમી એખલાસના દ્રશ્યો જોવા મળ્યા હતા સમગ્ર ઝુકુસ દરમ્યાન લખતર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.