પૂર્વ પતિ સુધરી ગયો છે કે નહીં તે જાણવા ભુવા પાસે ગયેલી પરિણિતાને પોતાના સાળા સાથે પરણાવી દીધી - At This Time

પૂર્વ પતિ સુધરી ગયો છે કે નહીં તે જાણવા ભુવા પાસે ગયેલી પરિણિતાને પોતાના સાળા સાથે પરણાવી દીધી


રાજકોટ મહિલા પોલીસ મથકે પરિણિતાએ એક ભુવા સહિત 5 સામે ફરિયાદ નોંધાવી છે. પૂર્વ પતિ સુધરી ગયો છે કે નહીં તે જાણવા ભુવા પાસે ગયેલી પરિણિતાને ભુવાએ પોતાના સાળા સાથે પરણાવી દીધી હતી.
ફરિયાદી આરતીબેન(ઉં.32,રહે. રામાપીર ચોકડી, રૈયાની ધાર 12 માળીયા ક્વાટરની સામે, મકાનમાં ભાડેથી)એ જણાવ્યું કે, મારા પિતાનું નામ ભરતભાઈ આલભાઇ પરમાર છે. મારા પહેલા લગ્ન આજથી સને 2010માં અમદાવાદમાં રહેતા વાલજીભાઇ રાઠોડના દિકરા મુકેશ સાથે સમાજના રિત રિવાજ મુજબ લગ્ન થયેલ.
આ લગ્ન જીવન દરમિયાન એક દિકરી અને એક દિકરાનો જન્મ થયેલ. મારા પતિ મને મારકુટ કરતા હોય જેથી કોર્ટ રાહે અમો બન્ને પતિ પત્નીએ છુટા છેડા લીધેલ. મારો દિકરો મારા પતિ પાસે છે અને દિકરી મારી પાસે છે. સાતક વર્ષ હું અને દિકરી અમદાવાદ મકાન ભાડે રાખીને રહેતા. માતા પિતા રાજકોટમાં રહે છે. આંટો આવી ત્યારે મેં મારાં માતાને વાત કરેલ કે, પતિ મુકેશનો ફોન આવે છે અને ફરી સાથે રહેવા કહે છે.
જેથી મારાં માતાએ કહ્યું કે, આસ્થામાં મેલડી માતાના ભુવા છે. તેમની પાસે જઈને તું જાણી આવ કે તારા દિકરીના પપ્પામાં કંઈ સુધારો છે કે નહી? હું ભુવાજી લલીત પરમાર પાસે ગયેલ. વાત કરતા તેણે મને કહેલ કે, તે વ્યક્તિમાં કાંઈ સુધારો થયેલ નથી. તને તથા તારી દિકરીને સારી રીતે રાખશે નહી. જો તારે લગ્ન કરવા હોય તો મારો સાળો કે જે રાજકોટમાં રહે છે તેનુ નામ વાલજી છે.
જે તારી અને તારી દિકરીની જવાબદારી લેશે. એ જ દિવસે વાલજી તથા તેના મમ્મી લલીત ભુવાજીના ઘેર આવેલા. અમો બન્નેએ ચર્ચા કરેલ અને અનુકુળ આવેલ અને મારી દિકરીને સાચવી લેશે અને તેની જવાબદારી લેશે તેવુ મને મૌખિક કહેલ. હું તથા મારી દિકરી વાલજીના ઘરે રાજકોટમાં ચામુંડા નગર શેરી નં. 7 ખીજડાવાળા રોડ સરનામે રહેવા ગયેલ. કોર્ટમાં અમો એ લગ્ન કરેલા.
એક દિવસ મારા સાસુને તેમનુ આધારકાર્ડની ઝેરોક્ષ ન મળતા મારી સાથે ઝઘડો કરેલ. મારો થેલો ખોલીને મારા ડોક્યુમેન્ટ લઇ લીધેલ. બે ત્રણ જાપટ મારી દીધેલ. મારા નણંદ રેખાબેન લલીત પરમારને ફોન કરીને બોલાવી, સાસુ અને વાળ ખેંચેલ. પતિ વાલજી બહારથી ઘેર આવેલ અને મારા સાસુ એ મને તથા મારા પતિ અને દિકરીને ઘરની બહાર કાઢી મુકેલ.
જેથી અમો પતિ પત્ની મારી દિકરીને લઇને રૈયાની ધાર અમરાભાઈ લાડુબેનના મકાનમા ભાડેથી રહેવા જતા રહેલ હતા. ત્યારબાદ મારા કાકીજી હિરાબેનના દિકરા દેવજી રાઠોડ જે નાતે મારા જેઠ થાય તેણે મને ફોનમાં કહેલ કે, તારે લાજ નહી કાઢવાની અને તું મને બવ ગમે છે. ફોન રેકોર્ડિંગ મારા પતિને સંભળાવી. પછી બધાની હાજરીમા મારાં પતિએ દેવજીના માતા અને પત્નીને આ રેકોર્ડિંગ સંભળાવ્યું.
તો એ બધા લોકોએ મને અપશબ્દો આપી આપી માર મારેલ જેથી મને હોસ્પિટલમાં દાખલ રાખેલ. મારે દીકરાનો જન્મ થતા અમે બાળકો સાથે વાડલા ગામ નાગબાઇ માતાના મંદિર દિકરાની માનતા ઉતારવા ગયેલ. ત્યા દેવજી, મારા સાસુ બાલુબેન અને જેઠ અરવિંદભાઈ તથા નણંદ રેખાબેન અને મારા પતિએ ઝઘડો કરી માર માર્યો હતો. મારાં પતિએ કહ્યું હતું કે, અન્ય સ્ત્રી સાથે અફેર છે જેથી તુ મને છુટા છેડા આપી દે હુ તને કે તારી દિકરીને નહિ રાખુ. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.