પૂરા શહેરમાં ધમધમી ઉઠેલી મસાલા માર્કેટમાં દરોડા શરૂ : નાનામવા ચોકમાંથી સેમ્પલ લેવાયા
ઉનાળાની સિઝન શરૂ થવા સાથે મસાલા બજાર પણ ધમધમવા લાગી છે. નાના મવા સર્કલથી સામા કાંઠા સુધીના વિસ્તારોના કોર્પો. સહિતના અનેક પ્લોટમાં આ મસાલા બજાર શરૂ થઇ ગઇ હોય, નાના મવા ચોકની માર્કેટમાં આજે ફૂડ શાખા પહોંચી હતી અને 10 નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આજે આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીની સૂચનાથી ફૂડ ઓફિસરની ટીમ ત્રણે ઝોનમાં પહોંચી હતી. ડેઝી. ઓફિસર ડો. હાર્દિક મેતા સહિતની ટીમે સ્થળ પર જઇને તૈયાર મસાલા, મરચા, ધાણા, જીરૂ, હળદર સહિતની ચકાસણી કરી હતી. દળવામાં આવતા મસાલા ઉપરાંત પેકીંગ કરાતા મસાલામાંથી પણ સેમ્પલીંગ કરવા સૂચના આપવામાં આવી છે.
આજે બપોરે નાના મવા સર્કલ 150 ફુટ રીંગ રોડ પર આવેલ મસાલા માર્કેટમાં ફૂડ એકટ-2006 હેઠળ તપાસ કારઇ હતી. રપ સ્ટોલનું ચેકીંગ કરવામાં આવ્યું હતું અને તેમાંથી 10 મસાલાના નમુના લેવાયા છે. પૂરો ઉનાળો રાજકોટની આ તમામ મસાલા બજારોમાં ખુબ ભીડ રહે છે. લોકો વર્ષભરના મસાલા ભરે છે.
બ્રાન્ડેડ પેકીંગ સિવાય સ્થળ પર મસાલા દળાવીને ભરનાર એક મોટો વર્ગ છે. આથી મોટા પાયે વેચાતા મસાલાની ગુણવત્તા ચકાસવા આ ડ્રાઇવ શરૂ કરાઇ છે. ભુતકાળમાં આવી મરચાપીઠથી માંડી એજન્સી અને દુકાનોમાંથી પણ ભેળસેળવાળુ મરચુ પકડાયાના દાખલા છે તે ઉલ્લેખનીય છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા મસાલાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. જે અંગે નાના મવા સર્કલ પાસે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ શ્રીરામ મસાલા માર્કેટમાં 25 સ્ટોલનું ચેકિંગ કરવામાં આવેલ. જે દરમિયાન મસાલા માર્કેટમાંથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ 10 અલગ -અલગ મસાલાના નમૂના પરીક્ષણ અર્થે લેવામાં આવેલ.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
