સહજાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝિયોથેરાપી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો - At This Time

સહજાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝિયોથેરાપી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો


સહજાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝિયોથેરાપી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો

ભાવનગર શહેરની સહજાનંદ ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝિયોથેરાપી તથા શિશુવિહાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તા.૨૨ જુલાઇ ના રોજ હાડકા અને મસલ્સ ના દુખાવા ધરાવતા પેશન્ટ માટેનો કેમ્પ સંસ્થા પ્રાંગણ માં યોજાય ગયો..
શેઠ પરિવારના સહકાર થી વર્ષ ૨૦૧૮ થી ચાલતા અને પ્રતિવર્ષ ૫૪૦૦ દર્દીઓની સેવા અપાતા ફિઝિયોથેરાપી - ફિટનેસ સેન્ટરના ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં ૪૭ દર્દીઓએ લાભ લીધો હતો..
સહજાનંદ કૉલેજના નિષ્ણાત ડો. ભાવિકાબહેન હરિયાણી ની નિગરાણી હેઠળ દર્દીઓને સારવાર તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.. સમગ્ર કાર્યક્રમ નું સંકલન શ્રી નિશાબહેન બારૈયા એ કર્યું હતું..

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.