ધંધુકા આર.એસ.એસ દ્વારા વિજયા દશમી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી. - At This Time

ધંધુકા આર.એસ.એસ દ્વારા વિજયા દશમી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી.


ધંધુકા આર.એસ.એસ દ્વારા વિજયા દશમી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી.
પથસંચલન ધ્વજારોહણ, શારીરિક પ્રત્યક્ષિક, વૈયક્તિક ગીત, અમૃતવચન અને અતિથિ તથા મુખ્ય વક્તાઓના પ્રેરક પ્રવચનો યોજવામાં આવ્યા.
અમદાવાદ જિલ્લાના ધંધુકાના રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આર.એસ.એસ દ્વારા ઉત્સાહભેર વિજયા દશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં સ્વયંસેવકો આમંત્રીતો એ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી દશેરા ઉત્સવ પ્રસંગે રાષ્ટ્રને સાંસ્કૃતિક આધાર પર એકતા અને અખંડતા બનાવી રાખવાના હેતુથી ધંધુકા આર.એસ.એસ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પથસંચલન ધ્વજારોહણ, શારીરિક પ્રત્યક્ષિક પરીચય, વૈયક્તિક ગીત, અમૃતવચન, અતિથિ ઓનું ઉદ્દબોધન વક્તાઓનું ઉદ્દબોધન પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
આ પ્રસંગે અતિથિ પદે પરમ પૂજ્ય ગણીવર્ય શ્રી હર્ષ કીર્તિ વિ.મ.સા ધંધુકા તથા મુખ્ય વક્તા પદે માન. ડોક્ટર જયંતીભાઈ ભાડેસીયા માનનીય ક્ષેત્ર સંઘ ચાલકજી પશ્ચિમ ક્ષેત્રે ખાસ ઉપસ્થિત રહી પેરક પ્રસંગિક પ્રવચન કર્યું હતું આ પ્રસંગે ધંધુકા શહેરના મુખ્ય માર્ગો ઉપર શિસ્તબદ્ધ અને સંઘના પોશાકમાં વિશાળ પથસંચાલન યોજવામાં આવ્યું હતું. પથસંચાલનનું બજારોમાં પોળોમાં સર્કલો ઉપર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પથસંચલનમાં ધંધુકા શહેર અને ગ્રામ્યના સ્વયંસેવકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અત્રેની બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કુલ ખાતેથી નીકળી મુખ્ય માર્ગો ઉપર ફરી પથસંચલન બિરલા હાઈસ્કૂલ ખાતે પરત કર્યું હતું બિરલા હાઈસ્કૂલ ખાતે વિજયાદશમી નો જાહેર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમને સફળ બનાવવા અમદાવાદ જિલ્લાના ધંધુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર. એસ.એસ ના તમામ સ્વયંસેવકો અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.