જામનગર જિલ્લામાં ગઈરાતે પોલીસે પાડેલા જુગારના 14 દરોડામાં 86 જુગારીઓ ઝડપાયા
જામનગર, તા. 18 જુલાઈ 2022, ગુરૂવારજામનગર શહેરના ધરારનગર, સરદાર નગર આવાસ, કર્મચારી નગર તેમજ જામજોધપુર, સમાણા, કાલાવડના નિકાવા, ચેલાબેડી, ધ્રોલના નથુવડલા અને મોટા ગરેડીયામાં પોલીસ 18 સ્થળે ત્રાટકી હતી જેથી જુગારીયા તત્વમાં દોડધામ થઈ હતી.જામનગર શહેર અને જિલ્લામાં ચાલતા શ્રાવણી જુગાર પર પોલીસે વીવિધ 14 સ્થળોએ દરોડો પાડી 86 જુગારીઓને ઝડપી પાડી જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર શહેરના ધરારનગર-1 ગરબી ચોક વિસ્તારમાં સીટી બી ડીવીઝન પોલીસે જાહેરમાં જુગટું ખેલતાં ધીરૂભાઈ નાશીર, પૃથ્વીરાજસિંહ, રાજેન્દ્રસિંહ, દાઉદ મકરાણી, રવિરાજસિંહ, ભરત મંડલી, વિપુલ ચૌહાણ, જયેશ રોજસરાને ઝડપી પાડી તેમની પાસેથી રૂા. 11,240ની રોકડ જપ્ત કરી હતી. જયારે સીટી સી. પોલીસે ગણપતનગરમાં જાહેરમાં જુગાર રમતાં હનીફ સાટી, ડાડુભાઈ વરૂ, લખમણ માડમ, આમીન ખફી અને જેસાભાઈ માડમને રંગેહાથ ઝડપી પાડી રૂા. 14,050 રોકડા જપ્ત કર્યા હતાં. જયારે સિટી એ. ડીવીઝન પોલીસે સરદાર નગર આવાસમાં પાંચમા માળે લોબીમાં જુગાર રમતા સુરેશ ભંડેરી, વિરલ ગોહિલ, નિરાલીબેન ગોહિલ, રમાબેન આસોરા, પુનમબેન આસોરા, હિનાબેન વોરા, જાસ્મીનબેન ભંડેરી, રોશનબેન મુરીયાને રૂા. 11,700ની રોકડ રકમ સાથે પકડી પાડયા છે. જયારે પંચ બી. પોલીસે રણજીતસાગર ડેમ નજીક અને કર્મચારીનગરમાં દરોડો પાડી જુગાર રમતા 12 વ્યકિતઓને 23,5૦૦ની રોકડ રકમ સાથે અટકાયત કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે ભલસાણ અને ચેલાબેડી ગામમાં જુગાર રમતા 13 શકુનીઓ પાસેથી રૂા. 1૩,1૦૦ રોકડ કબ્જે કર્યા હતા. જયારે ધ્રોલ પોલીસે ધ્રોલ ટાઉનના આંબેડકર નગર, મોટા ગરેડીયા અને નથુવડલા ગામે દરોડો પાડી, જુગાર રમતા 23 શખ્સોને રૂા. 32,44૦ ની રોકડ તેમજ ચાર મોબાઈલ અને ટોર્ચ કબ્જે કરી હતી. જયારે અન્ય દરોડામાં મેઘપર પોલીસે ઝાખર ગામના ચોરામાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા. 12,340ની રોકડ રકમ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.