લાયન્સ ક્લબ તલોદનો પદગ્રહણ સમારંભ યોજાયો
સેવાકીય પ્રવૃત્તિની મુદ્રા લેખ બનાવી સેવાકીય કાર્ય કરતી લાયન્સ ક્લબ તલોદનો પદગ્રહણ સમારંભ સિનિયર સિટીઝન હોલમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ રસિકભાઈ પટેલે વર્ષ ૨૦૨૪- ૨૫ના હોદ્દેદારોને પદગ્રહણ કરાવ્યું હતું. સમારંભમાં દર્દીઓના મસીહા ડો.આર.વી.શાહ નાકરી બેન્કના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, આદર્શ મંડળીના ચેરમેન મણીભાઈ પટેલ, સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ શાંતિલાલ પટેલ અને નરેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં તલોદ તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ સર્વાનુમંત્તે મતે આવતા તેમનું બહુમાન શાંતિલાલ પટેલે કર્યુ હતું તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. પૂર્વ પ્રમુખ પુનમબેન કામેશ્વર પ્રસાદની સેવાઓને બિરદાવીને તેમનું પણ બહુમાન કરાયું હતું. નવા નિયુક્ત હોદ્દેદારો પ્રમુખ મુકેશકુમાર ટી શાહ, મંત્રી એચ.બી. ઝાલા, ખજાનચી જયંતીબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે અલ્પેશકુમાર, ડી.પટેલને પદગ્રહણ કરાવ્યું હતું.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.