પોરબંદર જીલ્લાની ૩૩ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓની બદલીઓના આદેશ કાઢતા નાયબ જીલ્લા વિકાસ અધીકારી - At This Time

પોરબંદર જીલ્લાની ૩૩ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓની બદલીઓના આદેશ કાઢતા નાયબ જીલ્લા વિકાસ અધીકારી


ગોસા(ઘેડ) પોરબંદર તારીખ:- ૦૩-૧૧-૨૦૨૩

પોરબંદર જીલ્લા પંચાયત ના તાબા હેઠળના પોરબંદર. રાણાવાવ અને કુતિયાણા તાલુકાની ગ્રામ પંચાયતોમા ફરજ બજાવતા તલાટી-કમ મંત્રીઓના આદેશ જીલ્લા પંચાયત પોરબંદર શાખાના નં. જિ.પં/પંચા/યુ-૧/ફા.નં.૨૮-૨૩/૯૯૩/૨૦૨૩ તા.૦૧-૧૧-૨૦૨૩ પત્ર અન્વયે નાયબ જીલ્લા વિકાસ અધિકારીએ ૩૩ જેટલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્ર્રીઓના બદલીઓના આદેશ કર્યા છે. જેમા પોરબંદર તાલુકા પંચાયતની ૧૯ ગ્રામ પચાયતના, રાણાવાવ તાલુકા પંચાયતની ૬ ગ્રામ પંચાયતના અને કુતિયાણા તાલુકા પંચાયતના ૮ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્ર્રીઓને બદલીઓ કરવામાં આવેલ છે.
પોરબંદર જીલ્લા પંચાયતાના તાબા હેઠળના ગ્રામ પંચાયતાના તલાટી કમ મંત્ર્રીઓની બદલીઓ કરવામા આવી છે જેમાં પોરબંદર તાલુકાના ૧૯ તલાટીઓની બદલી કરવામાં આવી છે જેમા નાગકા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આરતીબેન જી. મકવાણાને ગોસ(ઘેડ) ગામે, સોઢાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સી. વી. બામણીયાને ફટાણા ગામે, શીશલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સોનલબેન એન. મકવાણાને ઠોયાણા (તા.રાણાવાવ) ગામે, બખરલા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આર.વી.પાટેલને રાતિયા-ઉટડા-૧ ગામે, ગોસા(ઘેડ) ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મુરૂભાઈ પી.પાતાને બાવળાવદર-ચોલીયાણા ગામે(તા.કુતિયાણા), એરડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિજયકુમાર આર.વારાને ભોડદર ગામે, (તા.રાણાવવ), અડવાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હિતેશ એમ. શિંગરખીયને સોઢાણા ગામે, વડાળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભાવેશ બી.ગોઢાણીયાને ટુકડા-મિયાણી ગામે, બોરીચા ગ્રામ પંચાયતના તાલાટી કમ મંત્રી ડી.કે. કુકડીયાને અમર ગામે (તા.કુતિયાણા), ટુકડા(ગોસા) ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દિવ્યાબા વાય. ચૌહાણને ખિસ્ત્રી ગામે, બગવદર –વાછોડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મનીષ ડી. ઓડેદરાને રાણાવડવાળા ગામે (તા.રાણાવાવ), કોલીખડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એસ.એલ.ભરડા ને ઈશ્વરીયા (તા.કુતિયાણા), ગરેજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.કે.લધીને બાપોદર ગામે (તા.રાણાવાવ), સીમાણી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ડી.જી.મંડોરાને ખીજદળ (તા.રાણાવાવ), બાવળવાવ-ગોઢાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ડી.એન.સોલંકીને પાદરડી ગામે (તા.રાણાવાવ), કુણવદર-મોરાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જી.એમ.લાડવાને માધવપુર-૧ ગામે, ચિંગરીયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ગીતાબેન પરમારને માધવપુર-૧ ગામે, ભારવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પુષ્પાબેન એચ. ડોડીયાને શીશલી ગામે અને પાંડાવદર-બેરણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એચ.આર.મોઢવાડીયાને વાડાળા ગામે બદલી કરવામા આવી છે. જ્યારે રાણાવાવ તાલુકામાંથી ૬ તલાટીઓની બદલી કરવામાં આવી છે જેમા ઠોયાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ચાર્મી જી.ભટ્ટ ને રામગઢ-બોરડી ગામે, બોરડી-રામગઢ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એ.એમ. અમલાણીને બખરલા ગામે(તા.પોરબંદર), રાણાકંડોરણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એલ.એમ.સાવકાને ચૌટા ગામે (તા.કુતિયાણા),કેરાળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે.વી. દિવરાણીયાને અડવાણા ગામે,(તા.પોરબંદર),ખીરસરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જી.ડી.ગલ ને કુણવદર - મોરાણા (તા.પોરબંદર), જ્યારે મહિરા-નેરાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અશ્વિન મોકરીયાને રાણાકંડોરણા ગામે બદલીઓ કરવામા આવી છે. કુતિયાણા તાલુકામાંથી ૮ તલાટીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં સિંધપુર –માલકણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ડી.એમ.ઓડેદરાને બળેજ (તા.પોરબંદર),ઈશ્વરીયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આર.કે.કંડોરિયાને કોલીખડા ગામે(તા.પોરબંદર), હામદપરા-ટેરી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.ડી.ઠાકરને બગવદર-વાછોડા (તા.પોરબંદર),માલ-બાલોચ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રતિક વ્યાસને ગરેજ-૧ ગામે (તા.પોરબંદર),માંડવા-કટવાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નેહલ આર.વિરડાને સિંધપુર –માલકણા ગામે, ફરેર-જુણેજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જે.સી.ભાદરકાને રેવદ્રા-ગઢવાણ ગામે, ગોકરણ-ખુનપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી બી.એચ.દાસાને અમીપુર ગામે, અમર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જે.બી.બોખીરીયાને પાલખડા-શ્રીનગર ગામે (તા.પોરબંદર), આમ પોરબંદર જીલ્લા પંચાયતના તાબા હેઠળ ની ૩૩ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓની બદલીઓ કરી સરકારી વહીવટીમા પાર્દર્શિકા લાવતા જીલ્લા વિકાસ અધિકારી પોરબંદર. નવી તલાટી કમ મંત્રીઓની ભરતી બાદ અન્ય ગામડાઓના તલાટી કમ મંત્રીઓની બદલીઓનો દોર ચાલુ રાખી બદલીઓ કરાશે અને તલાટીઓની ખાલી જગ્યાએ પણ નવી ભરતી ની નિમણુકો અપાશે તેવી તલાટીઓના અંતરંગ વર્તુળોમાંથી સાંભળવા મળેલ છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.