360 વર્ષથી હરિયાળી વચ્ચે ઊભો છે 1100 ફૂટની ઊંચાઇએ આ હિંગોળગઢ કિલ્લો - At This Time

360 વર્ષથી હરિયાળી વચ્ચે ઊભો છે 1100 ફૂટની ઊંચાઇએ આ હિંગોળગઢ કિલ્લો


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
હિંગોળગઢ દરિયાની સપાટીથી 335 મીટર(1100) ફૂટ ઊંચો છે. ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકારતો હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશ સાથે વાતો કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી 335 મીટર(1100) ફૂટ ઊંચો છે. ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. જસદણનાં રાજવી શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજમાતાના ભક્ત હતા. એટલે હિંગળાજ માતાનું અનુષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું હતું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૂપ ગણાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.