બોટાદ જિલ્લામાં આયુષ્માન ભારત કાર્ડ (PMJAY)ની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી - At This Time

બોટાદ જિલ્લામાં આયુષ્માન ભારત કાર્ડ (PMJAY)ની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી


બોટાદ જિલ્લામાં આયુષ્માન ભારત કાર્ડ (PMJAY)ની કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી

આરોગ્ય ક્ષેત્રે નાગરિકોને લાભ મળી રહે તે હેતુસર જિલ્લા કલેક્ટર ડૉ.જિન્સી રોયના માર્ગદર્શન તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાની રાહબરી હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરીયાના નેતૃત્વમાં બોટાદ જિલ્લામાં NFSAના ડેટા મુજબ કોઈ લાભાર્થી આયુષ્માન કાર્ડથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે,ત્યારે આયુષ્માન કાર્ડની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થાય તે માટે તા.૨૩ થી ૨૫મી ડિસેમ્બર,૨૦૨૩ એમ કુલ ત્રણ દિવસ જાહેર રજાના દિવસો દરમિયાન બોટાદ જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકા તથા ગામોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ નાઈટ કેમ્પેઈન દરમિયાન MPHW, FHW, CHO, આશા બહેનોએ ઘરે-ઘરે જઈને આયુષ્માન ભારતકાર્ડની કામગીરી કરી હતી.જેમાં બોટાદ જિલ્લામાં ૧૭,૫૦૨ PMJAYના કાર્ડ કાઢવામાં આવ્યાં હતાં.જિલ્લા કક્ષાએથી તેમજ તાલુકા કક્ષાએથી અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું.બાકી રહેલા લાભાર્થીઓ માટે PMJAY કાર્ડ કાઢવાની કામગીરી શરૂ છે તેમ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,બોટાદની અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.