પોરબંદરમાં બાગાયતી નિયામકની કચેરી દ્વારા ૫૦ મહિલાને કિચન ગાર્ડન અને શાકભાજી વાવેતરની તાલીમ અપાઇ
ગોસા(ઘેડ)પોરબંદર, તા.૨૫/૦૯/૨૦૨૪
પોરબંદરમાં બાગાયતી નિયામકની કચેરીના દ્વારા ૫૦ મહિલાને કિચન ગાર્ડન અને શાકભાજી વાવેતરની તાલીમ અપવામાં આવી હતી.
પોરબંદરમાં સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અને બાગાયતી નિયામકની કચેરીના અનુદાન થી ૫૦ મહિલાને કિચન ગાર્ડન અને શાકભાજી વાવેતરની તાલીમ આપવામાં આવી હતી. પોરબંદર ખાતે કાર્યરત સંકલ્પ ચેરેટિબલ ટ્રસ્ટ દ્વારા બાગાયતી નિયામક કચેરીની મદદથી બહેનો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગના અધિકારી શ્રી ઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારની કલ્યાણકારી યોજના અંતર્ગત યોજના અંતર્ગત તાલીમ બાદ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રણયભાઈ પાઠક, મદદનીશ બાગાયત નિયામક અલ્કેશભાઈ લાડુમોર સહિતે ઘર આંગણે શાકભાજી ઉગાડવાની તાલીમ, માઇક્રોગ્રીન તેમજ ટેરેસ ગાર્ડનની માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર પોરબંદરના સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જેનું સંકલન જયેશભાઈ ભટ્ટ, રાહુલભાઈ રાજાણી અને જીગર પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.