સુરત પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં 8177 દશામા પ્રતિમાનું વિસર્જન કરાયું - At This Time

સુરત પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં 8177 દશામા પ્રતિમાનું વિસર્જન કરાયું


સુરત, તા. 07 ઓગસ્ટ 2022 રવિવારસુરતમાં ઉજવાયેલા દશામાના તહેવારની ઉજવણી પુરી થતાં માતાજીની પ્રતિમા વિસર્જન પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું. સુરત મ્યુનિ.એ શહેરમાં પાંચ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા. જેમાં 8177 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી એન.જી.ટી.ના આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદુષણ અટકાવવા માટે કોઈ પણ પ્રતિમાનું વિસર્જન પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. જોકે, આ પ્રતિબંધ છતાં પણ સુરતમાં દરેક તહેવારની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ થી કરવામા આવી રહી છે. તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી સુરત મ્યુનિ. તંત્ર દર વર્ષે દશામા અને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવે છે તેમાં પ્રતિકાત્મક વિસર્જન બાદ આ પ્રતિમાને  સન્માનપૂર્વક દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રાવણ માસની શરુઆત સાથે જ શહેરમાં દશામાનો તહેવાર ભારે ધામધૂમ પુર્વક ઉજવવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ માતાજીની માટીની  પ્રતિમાનુ ઘર આંગણે વિસર્જન કર્યું હતું. પરંતુ અન્ય લોકોએ વિસર્જન માટેની વ્યવસ્થા પાલિકા તંત્ર એ કરી હતી. સુરત પાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં પાંચ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. તેમાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતમાં સૌથી વધુ દશામાની પ્રતિમાનું વિસર્જન કતારગામ લંકા વિજય ઓવારા ખાતે 3367 પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. જ્યારે અઠવા ઝોનમાં ડુમસ ખાતે સૌથી ઓછી 423 પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.ક્યા તળાવમાં કેટલી પ્રતિમાનું વિસર્જનઓવારાનું નામ      વિસર્જન કરેલી પ્રતિમાની સંખ્યાડુમસ ઓવારા      423વીટી સર્કલ વરાછા ઝોન    2721લંકા વિજય ઓવારો કતારગામ ઝોન  3367ડક્કા ઓવારા સેન્ટ્રલ ઝોન      714રામજી ઓવારો રાંદેર ઝોન    952


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.