લખનઉમાં બિલ્ડિંગ ધરાશાયી, 8નાં મોત:27 ઘાયલ લોકોને ઉચકીને બહાર આવી રેસ્ક્યૂ ટીમ; જુઓ રુંવાટા ઊભા કરી દેતા PHOTOS - At This Time

લખનઉમાં બિલ્ડિંગ ધરાશાયી, 8નાં મોત:27 ઘાયલ લોકોને ઉચકીને બહાર આવી રેસ્ક્યૂ ટીમ; જુઓ રુંવાટા ઊભા કરી દેતા PHOTOS


લખનૌમાં શનિવારે સાંજે થયેલી બિલ્ડિંગ ધરાશાયી થતાં દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. 100 થી વધુ SDRF-NDRF જવાનોએ આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. NDRFના જવાનો માનવ સાંકળ બનાવી અંદર ગયા. એટલો બધો કાટમાળ હતો કે બાજુની બિલ્ડીંગની દિવાલને કટરથી કાપીને રસ્તો બનાવવામાં આવ્યો હતો, ત્યારે જ ટીમ અંદર જઈ શકી હતી. ડ્રોન વડે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મોબાઈલનું લોકેશન ટ્રેસ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. 27 ઘાયલોને લોકબંધુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના શનિવારે સાંજે લખનૌમાં ટ્રાન્સપોર્ટ નગરમાં થઈ હતી. 3 માળની ઈમારત (હર્મિલાપ ટાવર) ધરાશાયી થઈ ગઈ હતી. SDRFની 2 ટીમ અને NDRFની 4 ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે આસપાસની ઇમારતો ખાલી કરાવી હતી. પ્રાથમિક તપાસ મુજબ બિલ્ડિંગના ભોંયરામાં કામ ચાલી રહ્યું હતું. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. બિલ્ડિંગમાં તૈનાત સિક્યોરિટી ગાર્ડે કહ્યું- પહેલા અંદરનો પિલર ધસી પડ્યો અને થોડીવાર પછી વરસાદ શરૂ થયો. તે જ ક્ષણે બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. આ બિલ્ડિંગના માલિક રાકેશ સિંઘલ છે, જે આશિયાનામાં રહે છે. આશિયાનામાં રહેતા જસમીત સાહની (45)નું ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર વેરહાઉસ હતું અને બીજા માળે દવાનું વેરહાઉસ હતું. તેની ઉપર મનચંદાનું ક્રોકરી વેરહાઉસ હતું. અકસ્માતમાં જસમીત સાહનીનું મોત થયું હતું. સવારે જેસીબીથી બિલ્ડીંગનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે
લખનઉ બિલ્ડિંગ દુર્ઘટના બાદ સવારથી જ જેસીબી મશીન લગાવીને કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. તમામ કાટમાળ હટાવીને તપાસ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.