MPમાં દીવાલ પડતાં 9 બાળકનાં મોત, 2 ઘાયલ:શિવલિંગ બનાવતી વખતે મંદિરની બાજુમાં આવેલા ઘરની દીવાલ પડી; JCBથી કાટમાળ હટાવી બાળકોને બહાર કાઢ્યાં - At This Time

MPમાં દીવાલ પડતાં 9 બાળકનાં મોત, 2 ઘાયલ:શિવલિંગ બનાવતી વખતે મંદિરની બાજુમાં આવેલા ઘરની દીવાલ પડી; JCBથી કાટમાળ હટાવી બાળકોને બહાર કાઢ્યાં


MPના સાગરના શાહપુરમાં દીવાલ ધરાશાયી થતાં 9 બાળકનાં મોત થયાં છે. મૃત્યુ પામેલાંમાં 10થી 14 વર્ષનાં બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે 2 બાળક ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શાહપુરમાં મંદિર પાસે કેટલાક લોકો શિવલિંગ બનાવી રહ્યા હતા. એની બાજુમાં આવેલા મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘર લગભગ 50 વર્ષ જૂનું હતું. આ દુર્ઘટના સવારે 10 વાગ્યે થઈ હતી. જેસીબીથી કાટમાળ હટાવીને મૃતદેહો અને ઘાયલ બાળકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે શાહપુરના હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાવન મહિનામાં લોકો સવારથી જ અહીં શિવલિંગ બનાવવાનું શરૂ કરી દે છે. રવિવારની રજા હોવાથી બાળકો પણ મોટી સંખ્યામાં શિવલિંગ બનાવવા આવ્યાં હતાં. મંદિરમાં જે જગ્યાએ બાળકો બેસીને શિવલિંગ બનાવી રહ્યાં હતાં, એની બાજુમાં આવેલા ઘરની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દીવાલ લગભગ 50 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. બચાવ દરમિયાન રાહલીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દુર્ઘટના માટે કોણ જવાબદાર છે એ અત્યારે કહેવું મુશ્કેલ બનશે, પરંતુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અકસ્માતમાં 9 બાળકે જીવ ગુમાવ્યા ધ્રુવ યાદવ (12 વર્ષ)
નિતેશ પટેલ (13 વર્ષ)
આશુતોષ પ્રજાપતિ (15 વર્ષ)
પ્રિન્સ સાહુ (12 વર્ષ)
પર્વ વિશ્વકર્મા (10 વર્ષ)
દિવ્યાંશ સાહુ (10 વર્ષ)
દેવરાજ સાહુ (8 વર્ષ)
વંશ લોધી (10 વર્ષ)
હેમંત (10 વર્ષ) આ બાળકો ઘાયલ થયા સુમિત પ્રજાપતિ
ખુશ્બૂ કેવી રીતે થયો અકસ્માત?
હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું હતું. ક્ષાવણ મહિનામાં અહીં દરરોજ સવારે શિવલિંગ બનાવવામાં આવતાં હતાં. 8થી 14 વર્ષની વયનાં બાળકો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતાં. જ્યારે બાળકો શિવલિંગ બનાવતાં હતાં ત્યારે મંદિર પાસેની એક જૂની દીવાલ અચાનક ધરાશાયી થઈને પડી ગઈ હતી. દીવાલ સીધી શિવલિંગ બનાવી રહેલાં બાળકો પર પડી. આ અકસ્માતમાં અનેક બાળકો દીવાલ નીચે દટાઈ ગયા હતા, જેમાંથી 9 બાળકનાં મોત થયાં હતાં. 4- 4 લાખ રૂપિયાની આર્થિક સહાય જાહેર
મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે શાહપુર દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જીવ ગુમાવનારાં બાળકોનાં પરિવારજનોને 4- 4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્ત બાળકોની યોગ્ય સારવાર માટે જિલ્લા પ્રશાસનને પણ સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે દીવાલ પડી
આ ઘટના બાદ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ હતી અને તરત જ દીવાલનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેર કાઉન્સિલ, પોલીસ અને રહેવાસીઓ રાહત કાર્યમાં જોડાયા હતા. આ દીવાલ મંદિર સંકુલની બાજુમાં આવેલી હતી અને છેલ્લાં પચાસ વર્ષથી જર્જરિત હાલતમાં હતી. એના નવીનીકરણ અથવા દૂર કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. છેલ્લા 24 કલાકમાં સાગરમાં 104 મિમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે કાચાં અને જર્જરિત બાંધકામોને અસર થઈ હતી અને આ દીવાલ ધરાશાયી થવાનું જોખમ વધી ગયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.