વિદ્યાર્થીના જન્મદિવસે કરાવાય છે યજ્ઞ - At This Time

વિદ્યાર્થીના જન્મદિવસે કરાવાય છે યજ્ઞ


શાળામાં બાળકો ભણે છે અને શિક્ષકો પુસ્તકો આધારિત શિક્ષણ આપે છે, પરંતુ રાજકોટની એક એવી શાળા છે જ્યાં અભ્યાસ કરતા દરેક બાળકના જન્મદિવસે યજ્ઞ કરવામાં આવે છે. સ્કૂલમાં બાળકોને પાઠ્ય પુસ્તક આધારિત શિક્ષણ તો મળે જ છે પરંતુ સાથે સાથે શાસ્ત્રો, રામાયણ, ગીતાના શ્લોકના આધારે શાસ્ત્રોક્ત અને મૂલ્યો આધારિત શિક્ષણ પણ અપાય છે.

શહેરના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા દરેક બાળકના જન્મદિવસે યજ્ઞ કરવાનો નિયમ બનાવાયો છે. જે બાળકનો જન્મદિવસ હોય તે બાળક યજ્ઞમાં બેસે અને આહુતિ આપે. આ યજ્ઞ કરાવવા માટે ખાસ શાસ્ત્રીજી પણ હોય છે તે યજ્ઞમાં બાળકોને આહુતિ અપાવતાની સાથે જ શ્લોક બોલે છે અને તેનો અર્થ શું થાય છે તે પણ બાળકોને સમજાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.