લિંબોદ્રા ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા યોજાઈ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લિંબોદ્રા ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા યોજાઈ હતી.લુણાવાડા તાલુકાના લિંબોદ્રા ગ્રામ પંચાયત ખાતે રી-સર્વેમાં આવેલ વાંધાઓની ક્ષતિ સુધારવા અર્થે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા યોજાઈ. ગ્રામસભામાં ખેડૂતોએ જમીનના રી-સર્વે વાધા, નિકાલ માટે પ્રશ્નો રજૂ કરાયા હતા જેને કલેક્ટરશ્રીએ રજૂઆત સાંભળી ત્વરિત નિકાલ કરવા સૂચનો અપાય હતા અને માપણી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ગ્રામસભામાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘એગ્રીસ્ટેક’ યોજના અંતર્ગત ‘ફાર્મર રજીસ્ટ્રી’ અભિગમ દ્વારા આધારકાર્ડ સાથે ખેડૂતો જમીનના સર્વે નંબરથી જમીન લીંક કરવાના ચાલુ થય ગયા છે. જેથી દરેક ખેડૂતોને જમીન લિન્ક કરવા જણાવ્યું હતું.‘ફાર્મર રજીસ્ટ્રી’ ખેડૂત તરીકે ડિજિટલ ઓળખ હશે. આ નંબર દ્વારા જમીનની વિગતો, પાકની વિગતો વગેરે ચકાસી શકાશે. પીએમ કિસાનના લાભાર્થીઓને તારીખ ૨૫/૧૧/૨૦૨૪ સુધીમાં અને એ સિવાય અન્ય ખેડૂતોએ તારીખ ૩૧/૦૩/૨૦૨૪ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત આધાર કાર્ડ સાથે જરૂરી જમીન લીંક કરવાની રહેશે.ગ્રામસભામાં લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટિલ, સરપંચ, તલાટી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.