વિદ્યાર્થીઓને 108 ગુજરાત એપ અને 108 ના સાધનો વિશે માહિતી આપવામાં આવી.
શહેરા
શહેરા ખાતે આવેલ મણીનગરશ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુટ ટ્રેનિંગ એકેડમી/IHRDC ખાતે માનનીય કલેકટર સાહેબ શ્રી તેમજ ડીપીઓ(GSDMA ) સાહેબ શ્રી પંચમહાલ ના માર્ગદર્શન હેઠળ શહેરામાં 108 સિટીઝન મોબાઈલ એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી તથા 108 એમ્બ્યુલન્સ ના તમામ સાધનો વિશે પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય અકસ્માત દરમિયાન એક જાગૃત નાગરિક તરીકે 108ની મદદ મોબાઈલ એપ દ્વારા કઈ રીતે કરવામાં આવે તેની સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરા ખાતે કાર્યરત 108 ના ઇએમટી સોનલબેન તાવિયાડ અને પાયલોટ અશ્વિનભાઈ પટેલ દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા વિશે MDMRTA/IHRDC શહેરા ના વિદ્યાર્થીઓ તેમજ લક કોમ્પ્યુટર શહેરા અને વિશ્વકર્મા કોચિંગ ક્લાસ/ફીજીકલ એકેડમીના લગભગ 50 જેટલા તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
મો,8140210077
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.