બાલાસિનોર તાલુકાના હાંડીયા ગામમાં નેત્ર નિદાન કેમ્પમાં ૨૧૫ વ્યક્તિઓને ચશ્માનું વિતરણ કરાયું
બાલાસિનોર તાલુકાના હાંડીયા ગામમાં નેત્ર નિદાન કેમ્પમાં ૨૧૫ વ્યક્તિઓને ચશ્માનું વિતરણ કરાયું હતું.સર્વ
રોગ નિદાન કેમ્પનો ૨૩૮ દર્દીઓએ લાભ લીધો હતો. હાંડીયા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સૌજન્યથીહાંડીયા(બાલાસિનોર)ગામમાં નેત્ર નિદાન કેમ્પમાં અંધજન મંડળ દ્વારા ૨૬૮ ગ્રામજનોની આંખોની તપાસ વિના મૂલ્યે કરવામાં આવી હતી, જેમાં ૨૧૫ ગ્રામજનોને લા.મનહરભાઈ ઠાકર(R C)ના સૌજન્યથી વિના મૂલ્યે આંખના નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નવનીતલાલ મણીલાલ શાહ (જાટ)જન્મ શતાબ્દી વર્ષના સહયોગથી સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં વૈદ્ય રણજીતસિંહ નીનામા (જિલ્લા આર્યુવેદ અધિકારી મહીસાગર),અને તેમની ટીમે તેમજ હોમિયોપેથીક ડો. ભક્તિબેન શેઠ અને તેમની ટીમે કુલ ૨૩૮ દર્દીઓને તપાસી મફત દવાઓ આપી હતી. કેમ્પમાં હાંડીયા મહિલા દૂધ મંડળીના ચેરમેન સવિતાબેન રમણભાઈ પરમાર, અને સેક્રેટરી સોનલબેન રાજેશભાઈ ઠાકોર, રાજેશભાઈ ઠાકોર તથા લાયન્સ ક્લબ બાલાસિનોરના પ્રમુખ લા.રુચિર ઉપાધ્યાય,મંત્રી લા.પ્રવીણ સેવક લા. મનહરભાઈ ઠાકર(રિઝિયન ચેરમેન) વસંત ઉપાધ્યાય,લા. યુસુફભાઈચોકસી, રાકેશભાઈ પટેલ અને ગ્રામજનોના સહકારથી કેમ્પ સફળ રહ્યો હતો.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.